આજની ચર્ચા ભાંગી પડતા વીજ કર્મચારીઓ દ્વારા ચાલતા આંદોલન અંતર્ગત માસ સી.એલ.નો કાર્યક્રમ યથાવત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સોમવાર, આજરોજ ગુજરાત ઉર્જા વિકાસ સંકલન સમિતિ ગાંધીનગર ખાતે એજીવીકેએસ યુનિયનના પ્રમુખશ્રી માન. શ્રી ભરતભાઇ પંડ્યા સાહેબને તથા જીબિયા યુનિયનના પ્રમુખશ્રી માન. શ્રી ગોરધનભાઈ ઝડફીયા સાહેબને મળી વીજ કર્મચારીઓ દ્વારા ચાલતા આંદોલન સંદર્ભે મુલાકાત કરી હતી.
આજ રોજ જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિની સાતમા પગાર પંચના એલાઉન્સ, વિદ્યુત સહાયકોને હાયરગ્રેડ – સિનિયોરિટી, ટેકનીકલ સ્ટાફને રિસ્ક એલાઉન્સ, જીએસઓ- ૪ મુજબ સ્ટાફ, ૧૦ અને ૧૦૦ ના ગુણાંકનો પગાર, હક્ક રજાનો પગાર, મેડીકલ સ્કીમ, જેવા મુદ્દાઓની ચર્ચા થયેલ હતી જેમાં મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓની માંગણીઓ પરત્વે ખૂબ સકારાત્મક ચર્ચા કરેલ છે અને એલાઉન્સ અને અન્ય લાભો માટે આગામી બોર્ડ મિટિંગમાં મુકવાની ખાતરી આપેલ છે પરંતુ સમિતિની માંગણીઓ મુજબના લાભો અંગે નિયત સમય મર્યાદામાં અમલવારી કરવામાં સરકારશ્રીની મંજૂરી મળવા અંગેની કોઈ ખાત્રી આપવામાં અસમર્થતા દર્શાવેલ હોવાથી આજની ચર્ચા ભાંગી પડેલ હતી. સમિતિએ આ વાતને નિરાશાજનક જણાવી સમિતિનાં એલાન મુજ આગામી લડતનો તા. ૧૪.૧૧.૨૦૧૯ (માસ- સી.એલ.) નો કાર્યક્રમ યથાવત જ રાખ્યો છે. સમિતિએવધુમાં વધુ કર્મચારીઓ સી.એલ. મૂકી લડતને સફળ બનાવવા કામે લાગી જાય તેવી હાકલ કરી હતી.