ભેંસકાત્રીના કાકરદા ગામે માયાદેવીનો મહાશિવરાત્રીનો મેળો કોરોના મહામારીને કારણે રદ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં આવેલા શિવાલયો માં મહાશિવરાત્રી ને લઈને મહાદેવની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભકતોનું મહેરામણ ઊમટી પડતું હોય છે અને અહીંનું વાતાવરણ બમ બમ ભોલેના ભક્તિમય નાદથી ગુંજી ઊઠતું હોય છે જયારે ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રીને લઈને મેળા નું આયોજન પણ કરવામાં આવતું હોય છે ત્યારે મહાશિવરાત્રી માં વઘઇ તાલુકાના ભેંસકાત્રી ના કાકરદા ગામે માયાદેવીનો મહાશિવરાત્રીનો મેળો દર વર્ષે ભરાતો હોય છે અને આ મેળામાં મોટીસંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે પરંતુ આ વર્ષે ભેંસકાત્રી ના માયાદેવી ખાતે કોરોના માહામારી ને કારણે મેળો રદ કરવામાં આવ્યો છે ભેંસકાત્રી ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા ૧૧ /૩/૨૦૨૧ ના રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કાકરદા ગામે મહાશિવરાત્રી ને લઈને ભરાતો મેળો કોવિડ ૧૯ ના કારણે રદ કરેલ છે જેથી તમામ જનતાએ નોંધ લેવી ભેંસકાત્રી માયાદેવી ની જો વાત કરવામાં આવે તો અહીં પૂર્ણા નદીના ખડકોમાં ૨મણીય માયાદેવીનું ગુફા-મંદિર આવેલ છે, જ્યાં પાણીના વહેણમાંથી પસાર થઈ પછી જઈ શકાય છે. આ સ્થળ ધાર્મિક રીતે ૫ણ સ્થાનિક લોકોમાં ધણું જ મહત્વ ધરાવે છે.અને મહાશિવરાત્રી માં અહીં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ને કારણે મેળો રદ કરવામાં આવ્યો છે જયારે માયાદેવી ખાતે ભાવિક ભક્તો કોરોના ગાઇડલાઇન સાથે પૂજાઅર્ચન અને દર્શન કરી શકશે તેમ ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે