GIPCL એકેડમી, નાની-નરોલી ખાતે વાર્ષિક દિવસની ઊજવણી કરાઇ

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ભારતીય વિદ્યા ભવન જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલીમાં “કરોના!” – “Just do it” થીમનાં અંતર્ગત વાર્ષિક (એન્યુઅલ) દિવસની ઊજવણીના ભાગ રૂપે શાળા દ્વારા ઝૂમ પ્લેટફોર્મના માધ્યમથી જીવંત વીડિયો પ્રસારણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત થતા કાર્યક્રમમાં આ વખતે શાળાના શિક્ષકો દ્વારા દરેક કાર્યક્રમનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું. શિક્ષકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તથા કોરોના અંતગર્ત બધા નિયમોની કાળજી રાખી કાર્યક્રમનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કોન બનેગા કરોડપતિમાં પ્રતિયોગી તરીકે ચૌદ વર્ષની નાની વયે પ્રસિદ્ધિ પામનાર ભરૂચના રહેવાસી અનમોલ શાસ્ત્રી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતાં.
ચાણક્યના કહેવા પ્રમાણે, “શિક્ષકના એક હાથમાં નિર્માણ અને બીજા હાથમાં વિધ્વંસ હોય છે.” તો આ કહેવતને પરિપૂર્ણ રીતે સત્ય સાબિત કરવામાં ભારતીય વિદ્યા ભવન્સના શિક્ષકો દ્વારા અતિ પ્રેરણાદાયક પ્રોગ્રામનું આયોજન કરી નવનિર્માણની શરૂઆતના બીજ રોપ્યાં છે. તેમની સફળતામાં નોન ટીચીંગ સ્ટાફનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ભારતીય વિદ્યા ભવન જી.આઇ.પી.સી.એલ એકેડમીના આદરણીય આચાર્યશ્રી વૈભવ અગ્રવાલ સાહેબ તથા માનનીય સચિવ ડૉ. એચ.પી.રાવ સાહેબ અને માનનીય શ્રીમતી એમ.ડી.મેડમના સમર્થન અને સહયોગ દ્વારા કાર્યક્રમનું શૂટિંગ અને પ્રસારણ વિના કોઇ અટકાયતે સફળ બન્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other