તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા ખાતે જન વેદના આંદોલનનો કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા , વ્યારા): તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વ્યારા ખાતે ભાજપ સરકારની નિતીઓના વિરોધમાં રેલી કાઢી જાહેરસભાનું આયોજન કર્યુ હતું. કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતિઓ અને સરીઆમ નિષ્ફળતાઓના પરિણામે સર્જાયેલ આર્થિક મંદી, બેરોજગારીમાં વિક્રમજનક વધારો , અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે ખેડુતોની આર્થિક બરબાદી – પાક વિમો ન મળવો , કાયદો વ્યવસ્થા પડી ભાગવી , આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો , બેંકોની સુવ્યવસ્થા તુટી પડવી વગેરે જેવી સમસ્યાઓથી પ્રજા હાડમારી સહન કરી રહી છે . આ સંદર્ભમાં આ સમસ્યાઓના લીધે પ્રજાની વેદનાને વાચા આપવા માટે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા ખાતે જન વેદના આંદોલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ . સદર કાર્યક્રમ અંતર્ગત વ્યારા નગરમાં કોંગ્રેસી કાર્યકરોએ રેલી કાઢી હતી, તેમજ જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરસભા યોજી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ તથા ધારાસભ્યશ્રીઓ, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થીત રહ્યાં હતા. જિલ્લાના ખેડુતો , બેરોજગાર યુવાનો , વેપારી મિત્રો , તમામ સમાજના આગેવાનો , વિદ્યાર્થી ભાઇ બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા. તમામ ધંધામાં આર્થિક મંદી બેરોજગારીમાં વિક્રમજનક વધારો અતિવૃષ્ટિ – કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન ભાજપ સરકાર શ્રી દ્વારા ખેડૂતોને પાક વિમો ન મળવો પેટ્રોલ – ડિઝલ , ગેસના ભાવમાં ભાવ વધારો – જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ત્રણ ઘણો ભાવ વધારો . બેંકોની વ્યવસ્થામાં મોટા કૌભાંડો સરકારની તમામ કચેરીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓ બંધ કરવી ટ્રાફિક વ્યવસ્થાના નામે પ્રજાને હેરાનગતિ દારૂના ખુલ્લેઆમ વેચાણથી યુવાધન બરબાદ ઉપરોક્ત મુદ્દાઓને સ્થાનિક નેતાઓએ મંચ ઉપરથી વાચા આપી હતી.