આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ ; જિલ્લો ડાંગ
જન જન ના સ્વાસ્થ્યની રખેવાળ અને સાચા શક્તિપુંજ સમી આ સન્નારીઓએ “કોરોના કાળ” મા બતાવ્યા અદમ્ય સાહસ, અને શૌર્ય
ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા પ્રજાજનો માટે ઉપલબ્ધ એકમાત્ર સરકારી તબીબી સેવાઓમા સેવારત આ યંગ લેડી ડોક્ટરોની ટીમે ડાંગમા “કોરોના કાળ”મા અદભુત કાર્યશક્તિનો પરિચય આપ્યો છે
ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવા આ મહિલા તબીબી અધિકારીઓ તથા તેમની સમગ્ર ટીમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અભિનંદન પાઠવીએ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને ધગધગતા “કોરોના કાળ”મા મહદઅંશે “કોરોના” ને કાબુમા રાખવામા મહત્વની ભૂમિકા અદા કરનારી સરકારી તબીબી સેવાની સમર્પિત સન્નારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બિરદાવીએ.
ફ્રન્ટ લાઈનર કોરોના વોરિયર્સ એવા આ મહિલા તબીબી અધિકારીઓએ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના રાતદિવસ કોરોના સામે જંગ છેડીને સમાજના રિયલ હીરો તરીકે સેવા બજાવી છે. તેમની નિષ્ઠા, દેશ સામે આવી પડેલી આફતને દેશવટો આપવાની ભાવના, અને પોતાની જાત ની પરવાહ કર્યા વિના કોરોના સામે બાથ ભીડવાની તત્પરતાએ તેમને રિયલ હીરો સાબિત કર્યા છે. તબીબી વ્યવસાયને ગૌરવાન્વિત કરનારા આ યોદ્ધાઓને સાચા દિલની સલામ.
ડો.જયંતિ રવિ જેવા સનદી અધિકારી જ્યારે આરોગ્ય વિભાગનુ માતૃહૃદયે નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે છેવાડાના આ પાયાના કર્મયોગીઓ પણ ક્યાં પાછી પાની કરે. આવો મળીએ, આવા જ કર્મશીલ કર્મયોગીઓને.
ડો. અનુરાધા ગામીત, ડો. ગર્વીના ગામીત, ડો. જ્યોતિ ગુન્ગુનીયા, ડો. ખુશ્બુ ગાયકવાડ, ડો.કિંજલ પટેલ, ડો.સ્વાતી પવાર, ડો.પ્રિયંકા પટેલ, ડો. કોમલ ખેંગાર, ડો.વંદના લાલુ, ડો.જ્યોતિ પટેલ, ડો.કંચન ભુસડીયા, ડો.પ્રાચી ભોયા, ડો.સેજલ રાઉત, ડો.રીમ્પલ પટેલ, ડો.રીયલ પટેલ, ડો.અનામિકા ગામીત, ડો.હેમંતી વસાવા,
પાણી પહેલા પાળ :
“કોરોના” સામેના જંગમા જ્યા એક તરફ “કોરોના દર્દીઓ” ની સેવા, સુશ્રુષા થઈ રહી હતી ત્યાં બીજી તરફ આવા દર્દીઓના વિસ્તારમા રહેતા અન્ય પ્રજાજનોના સ્વાસ્થ્ય ઉપર આયુર્વેદ તબીબો ચાંપતી નજર રાખી રહ્યા હતા.
જન સામાન્યની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાંગ જિલ્લામા વૈધશ્રી બર્થા પી. પટેલ (વૈધ પંચકર્મ) કે જેઓ જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળે છે તેમની રાહબરી હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનાના લેડી ડોક્ટરોએ પણ ખડે પગે સેવા બજાવી છે
ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આયુર્વેદની “શમશમની વટી” હોય કે હોમિયોપેથીની “આર્સેનિક આલ્બ-૩૦” હોય, કે પછી “અમૃતપેય ઉકાળા” નુ વિતરણ હોય. દરેક મોર્ચે આ મહિલા તબીબોએ ખભેખભા મિલાવીને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે કવચ પુરુ પાડયુ છે. પ્રજાજનોના આશીર્વાદ મેળવવાના આ પવિત્ર યજ્ઞકાર્યમા જેમને ફાળો આપ્યો છે, તેવા આ રહ્યા કેટલાક લેડી આયુર્વેદ તબીબો.
(૧) વૈધ કૃતિકાબેન કે.ચૌધરી, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, આહવા-ડાંગ,
(૨) વૈધ જિજ્ઞાસા એમ.કાંહડોળિયા, સરકારી આયુર્વેદ દવાખાનુ, રંભાસ, તા.વઘઈ, જિ.ડાંગ.
(૩) વૈધ, હેતલબેન એ. ચૌધરી, સરકારી આયુર્વેદ દવાખાનુ, માનમોડી, તા.વઘઈ, જિ.ડાંગ
(૪) વૈધ હેતલબેન જી. ગામીત, સરકારી આયુર્વેદ દવાખાનુ, બરડીપાડા, તા.સુબીર, જિ.ડાંગ.
(૫) વૈધ ત્રિગુણા એ.વાડુ, સરકારી આયુર્વેદ દવાખાનું ગલકુંડ, તા.આહવા, જિ.ડાંગ
–