તરસાડી નગરપાલિકા, માંગરોળ-ઉંમરપાડામાં ભાજપે મેદાન જીત્યું

Contact News Publisher

કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની સફળ સંગઠન રણનીતિ ચૂંટણીમાં રંગ લાવી…

 આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના કરેલા વિકાસના કામો લેખે લાગ્યા…

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સતત પોતાના મતવિસ્તારમાં ચૂંટણીમાં ઉતારેલા નવા ચહેરાઓને સતત માર્ગદર્શન આપી સરકારની વિવિધ યોજનાઓ મતદાતાઓ સુધી પહોંચાડવાની ભગીરથ કામગીરીને અગ્રીમતા આપવામાં આવી હતી. ચૂંટણીના એક મહિના પૂર્વે જ તમામ ગામડાઓના પ્રવાસ ખેડી ઉમેદવાર મુદ્દે ચૂંટણી પૂર્વે નહીં થાય તે માટે સર્વ સંમતિ સાધવામાં આવતાં ઉમરપાડા-માંગરોળ તાલુકામાં ગણપતભાઇની સફળ રણનીતિના ભાગરૂપે કોઇ પણ બેઠક ઉપર ડેમેજ કંટ્રોલ કરવાની નોબત આવી નથી.
કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા દ્વારા માંગરોળ અને ઉમરપાડા આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની પ્રથમ ચરણને પ્રાથમિકતા જેવી કે રસ્તા, આવાસ સિંચાઇના તેમજ પીવાનું પાણી, સૈનિક સ્કૂલ જેવી અનેક પ્રજાલક્ષી સવલતો આદિવાસી પટ્ટાઓનાં ગામડાઓમાં ઉપલબ્ધ કરાઈ હતી. ચૂંટણીના પરિણામોએ ભાજપ સાથે જિલ્લા અને રાજ્ય કક્ષાના સક્રિય રાજકારણમાં ગણપતસિંહ વસાવાનું સ્થાન વધુ મજબૂત કરી વિરોધી કહેવાતા લોકોની બોલતી બંધ કરી દીધી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other