ફોર્મ પરત ખેંચવાનાં દિવસે માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ૧૪ રહ્યા અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે ૬૯ ફોર્મમાંથી બે એ ખેંચી લેતાં ૬૭ ઉમેદવારો મેદાનમાં
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચા યતની ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે.આ માટેની પ્રક્રિયા ચૂંટણી વિભાગ તરફથી શરૂ કરી દેવામાં આવી છે. ઉમેવારીપત્રો ભરવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે 33 અને તાલુકા પંચાયતની ૨૪ બેઠકો માટે ૧૧૫ ઉમેદવારીપત્રો, માંગરોળ, તાલુકા પંચાયત કચેરી અને માંગરોળ, મામલતદાર કચેરી ખાતે ભરાયા હતા. આજરોજ તારીખ ૧૬ મી ફેબ્રુઆરીનાં રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનાં દિવસે, જિલ્લા પંચાયતની બેઠકોમાંથી એક પણ ફોર્મ પરત ન ખેંચાતા હવે ૧૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે તાલુકા પંચાયતની ૨૪ બેઠકો માટે ૬૯ ઉમેદવારો હતા. એમાંથી લુવારા તાલુકા પંચાયત બેઠક પરથી આપ ના ઉમેદવાર રણજીતસિંહ ગોહિલે કોંગ્રેસના ઉમેદવાર કેતનકુમાર ભટ્ટનાં સમર્થનમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. હવે કોગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જ્યારે લીમોદરા તાલુકા પંચાયત બેઠક ઉપર થી વર્ષાબેન જી.વસાવા એ કોગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી એમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં ચૂંટણી પહેલાં જ કોગ્રેસની એક બેઠક ઓછી થઈ ગઈ છે. જો કે આ બેઠક ઉપર આપ અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર કોગ્રેસે ઇંદ્રિસ મલેકને ટીકીટ ન આપતાં કોગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આમ ઇંદ્રિસ મલેકે મતદાન થાય તે પહેલાં જ કોગ્રેસ ને નુકશાનકરવાનું શરૂ કરી દીધું છે.