ભારતીય જનતા પાર્ટી વ્યારા નગરપાલિકા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ : દરેક વોર્ડમાં ઉમેદવારોને મળી રહેલ ભવ્ય જન સમર્થન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા); આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે વ્યારા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે,જેને લઈ નગરના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે,દરેક વોર્ડમાં અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોને ભવ્ય જનસમર્થન મળી રહ્યું છે,લોકોએ ફૂલહાર પહેરાવી એમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વ્યારા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવી હતી, જેમાં ધાર્યા મુજબ યુવા ચહેરાઓને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું હતું.વાત કરીએ તો વોર્ડ નંબર ૧ ,૩ ,૬ અને ૭ માં ઉમેદવારો હજુ જાહેર થવાના બાકી છે ,જ્યાં મોવડી મંડળ હજી નક્કી નથી કરી શક્યું કે,કોને ટિકિટ ફાળવી ?જ્યારે તે સિવાય દરેક વોર્ડમાં ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી હતી ,ઉમેદવારો જાહેર થયા બાદ વ્યારા નગરમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું ,ઠેર ઠેર ફાળિયાઓ માં ફટાકડા ફોડી નવા જાહેર થયેલા ઉમેદવારોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી,જયારે વોર્ડ માં લોકોએ જાહેર થયેલા ઉમેદવારોને જીતાડવાની મક્કમતા દર્શાવી હતી,હવે આવનાર દિવસોમાં વિકાસની આ પરંપરા વ્યારા નગરપાલિકા માં વધુ વેગ પકડે તેવા હેતુથી વ્યારાના મતદારો નગરપાલિકા ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવશે તેવી સંગઠનના પ્રમુખ જયરામ ગામીત ,મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા ,મયંક ભાઈ જોશી અને પંકજભાઈ ચૌધરીએ આશા વ્યક્ત કરી હતી.જયારે અમુક વોર્ડ માં પાયા ના કાર્યકરો એ પોતાની અવગણના થઇ હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી,પરંતુ
અંતે કેસરિયા રાજ્ય ની ઈચ્છા એ સૌ રાષ્ટ્રભકત કાર્યકરો એ ભાજપ ને જીતાડવા આપસી મતભેદો ભૂલી સાથે
કાર્યકારવાની તૈયારી બતાવી હતી,જિલ્લા
અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ માં પણ આ વર્ષે કોંગ્રેશ નો ગઢ હાથ થી નીકળી જવાની શક્યતા વધી છે.નોંધવું રહ્યું કે આજે સાંજે જાહેર થયેલી બીજી યાદી માં પણ વોર્ડ ૩ માં માત્ર એક તો વોર્ડ ૧ માં હજી બે જ ઉમેદવાર જાહેર કરાયા છે .જે નગર માં ચર્ચા નો વિષય બન્યો છે.જયારે કોંગ્રેસ ના ગઢ ગણાતા વોર્ડ નંબર ૪ મા ભાજપ એ યુવા ચહેરાઓ ને મેદાન માં ઉતાર્યા છે જેમને મતદારો દ્વારા ભવ્ય આવકાર મળ્યો હતો.જે કોંગ્રેશ નો ગઢ તોડી શકે એની શક્યતા દેખાઈ રહી છે.