ઘરફોડ ચોરીઓ કરતી મહારાષ્ટ્ર રાજ્યમાં સક્રીય રાજા ગેંગના ત્રણ ઈસમોને ચોરીના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડતી પાડતી તાપી જીલ્લા એલ.સી.બી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગના તાપી જીલ્લા વિસ્તારમાં બનતા મિલ્કત સંબંધ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૮ર૪૦૦૪૨૧૦૧૪૧\ ૨૦૨૫ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૫૪ , ૫૧૧ , ૧૧૪ મુજબનાં ગુનાનાં કામે વપરાયેલ હોન્ડા કંપનીની યુનિકોર્ન મો. સા. ન. G J-05- LS-1727ની વોચ તપાસમા રહેંવા સુચના આપેલ, જેે સૂચના આધારે ડી. એસ. લાડ I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી.ના પોલીસ માણસો સાથે  મિલ્કત સંબંધ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ મોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ડીડી. એસ. લાડ I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપીને ખાનગી રાહે બાતમી મળેલ કે આજ રોજ સુરત થી મહારાષ્ટ્ર તરફ સાંજના ચારેક વાગેના સુમારે કિશોર ઉર્ફે કેસિયો એક કાળા કલરની  યુનિકોર્ન મો.સા. GJ-05- LS-1727 જેના ઉપર બીજા બે ઇસમો સાથે ચોરીનું સોનું તથા ચાંદી, વેચવા જનાર છે તેવી ચોક્કસ અને પાકી બાતમી મળતા તાપી જિલ્લા LCB સ્ટાફ ભુપેન્દ્રભાઇ, નારાયણભાઈ, લેબજીભાઈ, અજયભાઈ, અનિલભાઈ, રાજેશ કુંકણી, કશ્યપભાઇ, દિપકભઈ, વિનોદલાઈ, શશીકાંત, સુનિલભાઈ, જયદેવ વગેરેને બાતમી હકિકતથી વાકેફ કરી સોનગઢના માંડળ ગામની સીમમાં બનાવેલ ટોલ નાકાને બાજુમાં બાઈકની લેન પાસે વોચ ગોઠવેલ હતી.

દરમ્યાન બાતમી મુજબની યુનિકોર્ન મો.સા. ઉપર ત્રણ સવાર ઇસમો આવી જતા તેઓને બાઈકની લેનમાં પ્રવેશ કરતા જ કોર્ડન કરી રોકી યુનિકોર્ન મો.સા. ઉપર સવાર ઇસમો પૈકી મોટર સાયકલ ચાલક ( ૧ ) કીશોરભાઈ ઉર્ફે કેશીયો ઉર્ફે સુભાષભાઇ તેજરાવ ઉર્ફે આત્મારામભાઇ પાટીલ ( વાયડ ) હાલ રહે . શ્રીરામ નગર રૂમ.ન .૮૦ લંબે હનુમાન રોડ વરાછા સુરત શહેર . મુળ રહે.મેરા ખુર્દ તા.ચીખલી જી.બુલઢાણા ( મહારાષ્ટ્ર ) ( ૨ ) શંકરભાઇ તાલેરાવ કિક્રેવાલ રહે . ઘ.નં .૬૪ ગેલાણીનગર મરઘા કેન્દ્રની સામે , કાપોદ્રા વરાછારોડ સુરત શહેર મુળ રહે . યૌકીવાડી મોરખંડી પાસે તા.બિદર જી.બસુકલ્યાણ ( મહારાષ્ટ્ર ) ( 3 ) સુરજભાઇ ઉર્ફે સરોજ રાજુભાઇ જાદવ હાલ રહે.ગાયત્રી મંદિર નવા પાર્ટી પ્લોટ પાસે ભટાર સુરત શહેર મુળ રહે.વેરાગઢ ગામ થાના આમળાપુર તા.ચીખલી જી.બુલઢાણા ( મહારાષ્ટ્ર ) નાઓની અંગઝડતી કરતા ચાંદીના દાગીના તથા મોબાઈલ તથા રોકડા રૂપિયા મળી કુલ્લે કિં.રૂ. ૪,૯૨,૫૦૦ / – તથા યુનિકોર્ન મો.સા. નં . GJ – 05 Ls – 1727 કિ.રૂ. ૩૫,૦૦૦ / – મળી આવેલ જેથી પકડાયેલ ઈસમોને સદર મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ ન હોય તેઓએ સદર મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી , સોનગઢ પોલીસ સ્ટેશન સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર ૨૪/૨૦૨૧ સી.આર.પી.સી. કલમ ૧૦૨ તથા ૪૧ ( ૧ ) ડી મુજબ નોંધ કરાવી વધુ તપાસ શ્રી ડી.એસ.લાડ I/c પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપી નાઓ કરી રહેલ હતા.

ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની સધન પુછપરછ કરતા નીચે મુજબના ગુન્હાઓની કબુલાત કરેલ છે .

( ૧ ) સોનગઢ પો.સ્ટે , ઇ.પી.કો. કલમ ૩૭૯ , ૪૫૪ , ૫૧૧ , ૧૧૪ મુજબ

( ૨ ) સોનગઢ પો.સ્ટે. ઇ.પી.કો. કલમ ૪૫૪ , ૩૮૦ મુજબ

( 3 ) કાકરાપાર પો. સ્ટે. ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦ મુજબ

( ૪ ) નવસારી જીલ્લો ચિખલી પો. સ્ટે. ઇ.પી.કો. કલમ ૪૫૪,૩૮૦ મુજબ

( ૫ ) નવસારી જીલ્લો નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૪૫૪,૩૮૦ મુજબ.

( ૬ ) સદર આરોપીઓના કબજામાંથી મળી આવેલ યુનિકોર્ન મો.સા. નં . GJ – 05 LS – 1727 ની બુલઢાણા જીલ્લાના ચિખલી બેલબજારમાંથી સાંજના સમયે ચોરી કરેલાની કબુલાત કરેલ છે.

આ કામે પકડાયેલ આરોપીઓ પૈકી કીશોરભાઈ ઉર્ફે કેશીયો ઉર્ફે સુભાષભાઇ તેજરાવ ઉર્ફે આત્મારામભાઇ પાટીલ ( વાયડ ) તથા સુરજભાઇ ઉર્ફે સરોજ રાજુભાઇ જાદવ નાઓ મારાષ્ટ્ર રાજ્યના વાસીમ , જાલના , કોપરગાંવ તથા બુલઢાણા જેવા અલગ અલગ જીલ્લાઓમાં ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરેલ છે.

પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ :

મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જીલ્લામાં દિવસની ઘરફોડી કરતી રાજા ગેંગ જેનો મુખ્ય લીડર રાજેન્દ્ર ઉર્ફે રાજા સોનું ભોંસલે છે. હાલના પકડાયેલ આરોપી પૈકી કિશોર ઉર્ફે કેશિયો અને સુરજ ઉર્ફે સરોજ જાધવ રાજા ગેંગના સાગરીત છે.

– આ પકડાયેલ આરોપી કિશોર ઉર્ફે કેશિયાએ મહારાષ્ટ્ર રાજ્ય તેમજ ગુજરાત રાજ્યમાં ૭૦ થી વધુ દિવસની ઘરફોડ ચોરીઓ કરેલ છે.

– આ પકડાયેલ આરોપી પૈકી સુરજ ઉર્ફે સરોજ જાધવ નાઓએ રાજેન્દ્ર ઉર્ફે રાજા સાથે મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર રાજ્યમે ૨૦ થી વધુ દિવસની ઘરફોડ ચોરીઓ કરેલ છે.

શ્રી ડી.એસ.લાડ I/C પોલીસ ઇન્સ. એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. સ્ટાફે દિવસની ઘરફોડ ચોરી કરતી રાજા ગેંગના સાગરીતોને ધરપકડ કરી સુરત રેન્જના કુલ- ૦૫ ગુન્હાઓ તેમજ મહારાષ્ટ્ર રાજ્યની દિવસની ઘરફોડ ચોરીઓના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other