અંકલેશ્વર શહેરમાં જશને ઇદે મિલાદુન્નબીની દબદબાભેર ઉજવણી
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : આજ રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિતે વર્ષોની પ્રણાલી મુજબ આપના મુએ મુબારક (બાલ મુબારક) સાથે દુરૂદો સલામ પઢતા પઢતા જુલુસ કાઢવામાં આવે છે જે જુલુસ કસ્બાતિવાડથી નીકળી લિમિડી ચોક, અંતરનાથ મંદિર, ગોયા બજાર, મુલ્લાવાડ, કાજીફળિયા પીરામન નાકા થયી અકલેશ્વરના શહેનશાહ હલીમશાહ દાતાર ભંડારી સુધી પહોંચે છે, જ્યાં સૈયદ સાદતની હાજરીમાં બાલ મુબારકની ઝયારત કરાવવામાં આવે છે, અંકલેશ્વર શહેરની વિવિધ યંગ કમિટીઓ આમલીખો યંગ કમિટી, શબનમ યંગ કમિટી, ગોયાબજાર યંગ કમિટી, કાગદીવાડ યંગ કમિટી, અલ ઉમર યંગ કમિટી દ્વારા નિયાજ નજરના પેશ કરવામાં આવે છે, આ જુલુસમાં અંકલેશ્વરના સૈયદ સાદતો સર્વોશ્રી હજરત સૈયદ અતિક બાવા સાહેબ, આમિર બાવા સાહેબ, મન્સૂર અલી ઇનમદાર સાહેબ, મુનાવવાર બાવા સાહેબ, સૈયદ ગ્યાસુદ્દીન બાવા સાહેબ, અરશદ બાવા સાહેબ, આરીફ બાવા સાહેબ, શમશાદ અલી બાવા સાહેબ, આબીદ બાવા સાહેબ, નાસિર બાવા સાહેબ, સાજીદ બાવા સાહેબ, વગેરે ઉપસ્થિત રહી આ પયગંબર સાહેબના નકશો કદમ પર ચાલવાની દુઆ ગુજારી હતી, આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા જશને ઇદે મિલાદુન્નબી કમિટી ના અધ્યક્ષ સિકંદર ફડવાલા, મુખતીયર શેખ, બાબા શાકભાજીવાળા, સાદિક શેખ, રિયાઝ ટીટી, બખતીયર માછીવાળા, બક્કો પટેલ, મોહમ્મદ અલી શેખ, સોહેલ કાનૂગા, વસીમ ફળવાલા, ઝાહીદ ફડવાલા વગેરે આ જુલુસ ને શાંતિમય અને ભાઈચાર સાથે પાર પાડેલ, આ જુલુસમાં ઠેરઠેર કોમી એકતાના દર્શન થતા જોવા મળેલ, ખાસ કરીને અંકલેશ્વર શહેરના હિન્દૂ ભાઈઓ તરફથી જુલુસને શુભકામનાઓ માટે મહેન્દ્ર પુષ્કરના, કલ્પેશ તેલવાળા ઉપસ્થિત રહી એકતાનો સંદેશ પાઠવેલ છે.
જશને ઇદે મિલાદુન્નબીના પ્રમુખ સિકંદર ફળવાલાએ પોલીસ તંત્ર અને વહીવટીતંત્રનો આભાર માની દરેક કોમના તહેવારો ભાઈચારા બંધુતવ અને દેશની એકતા અખંડિતતા સદાય જળવાઈ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.