માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી, માંગરોળ, CHC ખાતે રસીકરણનો બીજો રાઉન્ડ યોજાયો, કુલ ૩૧૨ જણાએ રસી મુકાવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી,માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે તારીખ ૩૦ નાં કોરોનાં વિરૂધ્ધ રસીકરણનો બીજો રાઉન્ડ યોજાઈ ગયો છે.આની સાથે તાલુકામાં કુલ ૩૧૨ લોકોએ રસી લીધી છે. માંગરોળ તાલુકો સુરત જિલ્લામાં ૪૭ ટકા ઉપર આ કામગીરીમાં પોહચ્યો છે. આજે પ્રથમ રસી લિયાકાંત ઝીણા એ લીધી હતી.રસી મુકાવવા માટે આવેલાં તમામનું પ્રથમ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માં આવ્યું હતું. ત્યારબાદ રસી આપી, ઓબ્ઝર્વેશ ન રૂમમાં તીસ મીનીટ સુધી બેસાડ્યા બાદ રજા આપવા માં આવી હતી.આ અંગે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડોક્ટર આર.પી.શાહીએ જણાવ્યું છે કે જેમના નામો નોંધાયા છે એ લોકો કોઈ પણ પ્રકારનાં દર વીનાં આ રસી મુકાવી લેઇ એ અતિ જરૂરી છે.