વઘઇ બીલીમોરા હેરીટાઇજ ટ્રેન રેલવે મંત્રાલય દ્વારા બંધ ન કરવાનો નિર્ણય
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળાઓને અડીને આવેલ ડુંગરાળ પ્રદેશમાં પ્રદેશમાં રહેતાં વેપારીઓ તેમજ સ્થાનિક આદિવાસીઓમાં ખુશીની લહર.
વઘઇ – બીલીમોરા નેરોગેજ ટ્રેન ખોટ કરતી હોવાથી આર્થિક રીતે પોષાય તેમ હોઈ બંધ કરી હોવાના નિર્ણયથી જિલ્લાના લોકોમાં નારાજગી જોવા મળી હતી જે ધ્યાને લઇ ડાંગ જિલ્લાના રાજકીય આગેવાનો વેપારીમિત્રો એ ગત ૧૯ મીએ ટ્રેન ફરી શરૂ કરવા પશ્ચિમ રેલવે ડીવીઝન ના જીએમ ને આવેદન પત્ર આપ્યું હતું. આ સંદર્ભે નવસારી સાંસદ શ્રી સી. આર.પાટીલ ડાંગ વલસાડ સંસાદશ્રી કે.સી.પટેલ ડાંગ ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલની દ્વારા રેલવે મંત્રાલય ને ધારદાર રજુઆત કરી હતી.
રેલવે મંત્રાલય દ્વારા સંદર્ભ (1) હેઠળ પત્ર દ્વારા, બિનઆર્થિક શાખા લાઇન્સ અને નેરોગેજ વિભાગને કાયમી ધોરણે બંધ કરવાની સૂચના બોર્ડ તરફથી જારી કરવામાં આવી હતી જે સંદર્ભે રેલ્વે બોર્ડના હેરિટેજ ડિરેક્ટોરેટના સંદર્ભમાં (ઇન) અને ત્યારબાદ ડબ્લ્યુઆર (રેફ-લિ) ના પત્રવ્યવહારના સંદર્ભમાં, રેલવે બોર્ડના નાણાં નિયામકની સલાહ સાથે આ મામલાની સમીક્ષા કરવામાં આવી છે.જે પરિણામે ત્રણેય નેરોગેજ લાઈનો બંધ ન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં
1. મિયાગામ – ચોરંડા – માલસર,
2.ચોરંડા જા – મોટી કરાલ અને
3.બીલીમોરા – વઘઇ એકમો હેઠળ પત્ર દ્વારા જાહેર કરાયેલ જાહેરનામું ઉપરોક્ત ઉપર લાગુ થશે નહીં તેવું એક લેખિતપત્ર પશ્ચિમ રેલવે મંત્રાલયના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવતા લોકોમાં ખુશીનું માહોલ જોવા મળ્યું હતું.