ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ, આચારસંહિતાનો અમલ શરૂ છતાં તાલુકાનાં કેટલાક ગામોમાં રાજકીય પાર્ટીઓ અને સરકારની જાહેરાતોના હોર્ડીંગસ દૂર કરવામાં આવ્યા નથી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી મામલતદાર અને ચૂંટણી અધિકારી,ઉમરપાડાને લેખિતમાં ફરિયાદ,કરવામાં આવી છે કે ચૂંટણીપંચ તરફથી આચાર સહિતનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.છતાં હજુ પણ તાલુકાનાં કેટલાક ગામોમાં રાજકીય પાર્ટીઓ અને સરકારની જાહેરાતોના હોર્ડીંગસ દૂર કરવામાં આવ્યા નથી.ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિનાં પ્રમુખ હરીશભાઈ વસાવા એ આ પ્રશ્ને લેખિતમાં તાલુકા ચૂંટણી અધિકા રીને ઉપરોક્ત ફરિયાદ કરી, વધુમાં જણાવ્યું છે કે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે.સાથે જ આચાર સહિતનો અમલ પણ શરૂ થઈ ગયો છે.પરંતુ ઉમરપાડા તાલુકાનાં વાડી બસ સ્ટેન્ડ, વડપાડા,દિવતળ, ઉમરદા, ખોટારામપુરા, કેવડી, ઉમર પાડા, ચોખવાડા, ઉમરગોટ, દેવતણ વગેરે ગામોનાં પ્રવેશદ્વાર તથા કેટલીક ઈમારતો ઉપર રાજકીય પાર્ટી ઓનાં મોટામોટા બેનરો,પાર્ટીનાં નિશાન વાળી ધ્વજા સહિતનાં હોર્ડીંગસ હજુ સુધી ઉતારવામાં આવ્યા નથી.સાથે જ દીવાલો ઉપર પણ લખાણો છે.તે પણ દૂર કરવામાં આવ્યા નથી. જેથી ઉપરોક્ત હોર્ડીંગસો હટાવી લેવા ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિનાં પ્રમુખ હરેશભાઇ વસાવા એ લેખિતમાં ફરિયાદ કરી છે.
.