એમ.એ.આઈ. હાઈસ્કૂલ, ઓલપાડમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : એચ.આર.શેખ. વિદ્યાસંકુલ, ઓલપાડ ખાતે આવેલી નેશનલ એજયુકેશન સોસાયટી ઓલપાડ સંચાલીત, એમ.એ.આઈ.હાઈસ્કૂલ,ઓલપાડના પટાંગણમાં 72 માં ગણતંત્રદિવસ ની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સવારે 9 કલાકે રાંદેરની પ્રસિધ્ધ એમ. એમ.પી. હાઇસ્કૂલ, સુરતના માજી આચાર્ય શ્રી, એમ. એસ.મિચલા સાહેબના વરદ હસ્તે, સરકારશ્રીના COVID-19 ની ગાઈડલાઇનને સંપૂર્ણ રીતે અનુસરીને, મંડળના ટ્રસ્ટીગણ તેમજ શાળાના કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓની હાજરીમાં , ત્રિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ની ભાવના ને ઉજાગર કરતું નુક્કડ નાટક તેમજ મિલેટ્રી એક્ટની કૃતિ રજૂ કરાઇ હતી, જેને હાજર રહેલ મહેમાનો તેમજ મંડળના સભ્યો દ્વારા તાળીના ગડગડાટ તેમજ રોકડ પુરસ્કારો આપી વધાવી લેવામાં આવી હતી, દેશભક્તિના નારાઓથી સમગ્ર કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું અને સમારંભના અંત પહેલા અતિથિ વિશેષ શ્રી, એમ.એસ.મિચલા સાહેબે પ્રસંગોચિત ઉદબોધન કરી હાજર રહેલા તમામના પ્રયત્નોને બિરદાવ્યા હતા, કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે અભાર વિધિ શાળાના આચાર્યશ્રી દ્વારા આટોપવામાં આવી હતી.
રિપોર્ટ: નઝીર પાંડોર (માંગરોળ-સુરત)