માંગરોળ DGVCL કચેરીનો તઘલખી નિર્ણય : TCઓ ઉપર અરથીગ ની કામગીરી માત્ર વધુ ક્ષમતા ધરાવતાં TC પર જ કરવામાં આવશે : ઓછી ક્ષમતા ધરાવતાં TC પર ઉપકરણોને નુકશાન થશે તો જવાબદારી DGVCLની રહેશે : હવે મામલો CM ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લઈ જવાશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપાલક કક્ષાની DGVCLની કચેરી કાર્યરત છે.આ કચેરીનાં વહીવટી દારો તરફથી એક તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાલમાં આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં પચાસ કરતાં વધુ ગામોમાં જે TC ઓ ગોઠવી વીજ ગ્રાહકોને વીજ જોડાણો આપવામાં આવેલા છે. એ TC (વીજ ટ્રાન્સફોર્મર) ઉપર અરથીગ નાંખવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી માત્ર વધુ ક્ષમતા ધરાવતાં TC પર જ કરવામાં આવનાર છે. જ્યારે ઓછી ક્ષમતા ધરાવતાં TC પર અરથી નગ નાખવામાં આવનાર નથી. TC પર અરથીગ એટલા માટે નાખવામાં આવે છે કે જેનાંથી ઘર વપરાશના ઉપકરણોને હાઈ વોલ્ટેજ કે ઘણી વખત ન્યુટલ વાયરમાં ફેઝનો પાવર ન આવી જાય, આમાંથી બચવા માટે આ અરથીગ મુકવામાં આવે છે. જેનાથી વીજ ગ્રાહકોના ઉપકરણોને નુકશાની માંથી બચાવી શકાય. માંગરોળ ખાતે આ પ્રકારનાં બનાવો ઘણી વાર બની રહ્યા છે. વળી હાલમાં માંગરોળ તાલુકાનાં ગામોમાં આ કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરીમાં ઓછું ક્ષમતા ધરાવતાં TC પર અરથીગ નાખવામાં આવનાર નથી, ત્યારે ઉપકરણો ને નુકશાન થશે તો જવાબદારી DGVCLની રહેશે. એમ ગ્રાહકોએ જણાવ્યું છે. આ અંગે માંગરોળ, DGVCL કચેરીનાં નાયબ કાર્યપાલક અને બારડોલી ડિવિઝન કચેરીનાં DE ને ટેલિફોનિક પર પૂછતાં એમણે જણાવ્યું કે હાલમાં માત્ર વધુ ક્ષમતા ધરાવતાં TC પર અરથીગ નાંખવા માટેનું ટેન્ડર મંજુર થયું છે. આમ DGVCL કચેરીનાં આ પ્રકારનાં તઘલખી નિર્ણય લેવાતાં ઓછી ક્ષમતા ધરાવતાં TC પર થી જે ગ્રાહકોએ વીજ જોડાણ મેળવ્યા છે. એમનાં ઉપકરણો ને અરથીગ ન નાંખવાથી જો કોઈ નુકશાન થશે તો જવાબદારી DGVCLની રહેશે. અને હવે આ ગ્રાહકો આ તઘલખી નિર્ણયનાં મામલા ને દર મહિને તાલુકા કક્ષાએ યોજાતા CM ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લઈ જવાનું આયોજન કરવામાં આવનાર છે. સાથે જ આ નિર્ણયને પગલે આવનારી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ પડગો પડશે એમ ચર્ચાઈ રહ્યું છે.