સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિધ્ધ થતા જ માંગરોળ સરકારી આરામગૃહનો રાજકીય ઉપયોગ નહિ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીનો આદેશ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્યનાં ચૂંટણીપંચ તરફથી રાજ્યભરની મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરતાંની સાથે જ આચાર સહિતાનો અમલ શરૂ કરી દીધો છે. ત્યારે તાલુકા મથક ખાતે આવેલું સરકારી આરામગૃહ આવેલું છે. આચાર સંહિતા અમલમાં આવતાં સુરત જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીએ આ આરામગૃહનો ઉપ યોગ કોઈ પણ રાજકીય પાર્ટીઓએ ઉપયોગ ન કરવા આદેશમાં જણાવ્યું છે. જેમાં આરામગૃહનાં રૂમો,એની સાથે જોડાયેલ આગણું, અંદર કે બહારના વિસ્તારોનો ભાગ રાજકીય હેતુસર પ્રચાર કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે ઉપયોગ કરી શકાશે. આ અંગેનાં નોટીસ બોર્ડ આરામગૃહનાં પ્રવેશ ગેટ ઉપર લગાવી દેવામાં આવ્યા છે.