તાપી જિલ્લામાં આગામી યોજાનાર ચૂંટણી દરમિયાન કોઇ પણ પ્રાર્થના સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી તા.28.02.2021ના રોજ જિલ્લા,તાલુકા અને નગરપાલિકાની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતિ જળવાઇ તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો મુકયા છે.
જે મુજબ ચુંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ ઉમેદવારે તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તાત્કાલિક અસરથી તા.06/03/2021 સુધી સમગ્ર તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
૦૦૦૦૦