માંગરોળ તાલુકામાં ૭૨માં પ્રજાસતાક પર્વની ધામધૂમથી કરાયેલી ઉજવણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૨૬ મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક પર્વ, તાલુકા મથક માંગરોળ સહિત દેશ ભરમાં આજે ૭૨ માં પ્રજાસતાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માં આવી છે. માંગરોળ મામલતદાર કચેરી ખાતે મામલ તદાર ડી.કે. વસાવા એ ધ્વજવંદન કરાવ્યું હતું. જ્યારે માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી નાં નેતૃત્વમાં માંગરોળ પોલીસ મથકનાં જવાનોએ રાષ્ટ્રીય ધ્વજને શસ્ત્ર સલામી આપી હતી. માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે TDO દિનેશભાઇ પટેલ, એસ.પી.એમ. હાઈસ્કૂલ ખાતે ઇસ્માઇલ પટેલ, માંગરોળ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ નિકેશકુમાર વસાવા, મોસાલી પ્રાથમિક શાળા ખાતે સરપંચ લલીબેન વસાવા, મોસાલી સરકારી હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીની ફાતેમાં કાસુ, માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે રાજુભાઇ સીમ્પી, ફલાહી શાળા ખાતે મુફ્તી અરશદ કપોદ્રવીએ ધ્વજ ફરકાવી ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ફલાહી શાળા ખાતે ટ્રસ્ટ નાં સેક્રેટરી મોહમદસલીમ નાખુદા તથા અન્ય મહેમાનો તરફથી વિદ્યાર્થીઓને રોકડ ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. ધ્વજ રક્ષક તરીકે ઈમરાનખાન પઠાણે સેવા આપી હતી. ઉપરાંત તમામ બેંકો, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ અને અન્ય કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા.