માંગરોળ તાલુકા કોગ્રેસમાં ભૂકંપ, એક લાખ, વીસ હજાર આદિવાસી મતદારો હોવા છતાં, આદિવાસી કૉંગી પ્રમુખ સોનજીભાઇ વસાવાની અપમાન કરવામાં આવ્યું છે : જેની કિંમત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોગ્રેસે ભોગવવું પડશે : દિલીપભાઈ વસાવા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા કોગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.એક લાખ,વીસ હજાર આદિવસી મતદારો હોવા છતાં, આદિવાસી કૉંગી પ્રમુખ સોનજીભાઇ વસાવાનું કોગ્રેસ હાઇકમાન્ડ તરફથી અપમાન કરવામાં આવ્યું છે. જેની કિંમત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોગ્રેસે ભોગવવી પડશે એમ તાલુકાનાં લવેટ ગામનાં આદિ વાસી આગેવાન દિલીપભાઈ વસાવા એ જણાવ્યું છે. માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં પ્રમુખપદે શામજીભાઈ ચૌધરી હતા,છતાં થોડાં સમય અગાઉ સુરત જિલ્લા કોગ્રેસ સમિતિનાં પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખપદે સોનજીભાઇ વસાવાની નિમણુક કરતાં, ત્યારથી જ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિમાં રીત સરના બે ભાગો પડી ગયા હતા.જ્યારે ગઈકાલે તારીખ ૨૪ મી જાન્યુઆરીનાં પ્રદેશ કોગ્રેસ સમિતિએ પુનઃ શામજીભાઈ ચૌધરીને માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ નાં પ્રમુખપદે ચાલુ રહેવાનો પત્ર પાઠવતાં તાલુકા કોગ્રેસ માં ભડકો થવા પામ્યો છે. ખાસ કરી આદિવાસી સમા માં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.આ પ્રશ્ને તાલુકા નાં લવેટ ગામનાં આદિવસી આગેવાન દિલીપભાઈ વસાવાએ જણાવ્યું છે કે તાલુકામાં એક લાખ,વીસ હજાર જેટલાં આદિવાસી મતદારો છે. છતાં કોગ્રેસે આદિવાસી સમા જનાં પ્રમુખ સોનજીભાઇ વસાવા ને પ્રમુખપદે થી દુર કરી ભારે ભૂલ કરી આદિવાસી સમાજની નારાજગીનો કોગ્રેસ ભોગ બની છે. અને આનું પરિણામ કોગ્રેસે આવનારી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોગવવું પડશે.