તાપી જીલ્લા પોલીસ અધિક્ષકે એક યુવતીને આત્મહત્યા કરતા રોકી પોલીસનું સમાજનાં રક્ષક તરીકેનું બિરૂદ સાર્થક કર્યુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત તા .૨૧ / ૦૧ / ૨૦૨૧ નાં રોજ તાપી જીલ્લા પોલીસ અધિક્ષક IPS સુજાતા મજુમદાર ઉકાઇ પો.સ્ટે. વિસ્તારની સરપ્રાઇઝ વિઝીટમાં નિકળેલ તે સમયે ઉકાઇ માંડવી રોડ પર આવેલ તાપી નદીનાં હિન્દુસ્તાન પુલ ઉપર આવતા તેમની નજર એક મહિલા પર જતા તે યુવતી રડતી રડતી નદીના પુલ તરફ દોડતી હોય તેઓએ સમય સુચકતા વાપરી તાત્કાલીક પોતાની ગાડી રોકી આ યુવતીને પકડી અને પોતાની ખાનગી ગાડીમાં બેસાડી સાંત્વના આપી પુછપરછ કરતા તેણીએ તણાવમાં આવી તાપી નદીના પુલ ઉપરથી કુદી આત્મહત્યા કરવા જઇ રહી હોવાનું જણવતા તેણીને માનવીય અભિગમ દાખવી સમજાવટથી ભવિષ્યમાં આવુ અઘટીત પગલુ ન ભરવા સમજ કરી તેમજ કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો પોતાને જાણ કરવા સમજ કરી તેના વાલીનો સંપર્ક કરી મહિલાનાં પિતાજીને હેમખેમ આ મહિલાને સોંપી એક યુવતી ને આત્મહત્યા કરતા રોકી માનવીય અભિગમ ધરવતુ અને અમુલ્ય માનવ જીંદગી બચાવી પોલીસનું સમાજનાં રક્ષક તરીકેનું બિરૂદ સાર્થક કરતી પ્રસંશનીય કામગીરી કરેલ છે .