તાપી : વેરો નહીં ભરવામાં આવતાં વ્યારા પાલિકા દ્વારા નગરની ૧૯ દુકાનોને સીલ કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : સમયસર વેરાની ભરપાઈ ન થઈ હોવાથી વ્યારા નગરપાલિકા દ્વારા ગતરોજ વ્યારાની ૧૯ દુકાનોને સીલ કરવાની ફરજ પડી હતી.

વ્યારા નગરપાલિકા દ્વારા મિલ્કત વેરા સંબંધે સમયે સમયે નોટીસ બજવણી તેમજ જાણકારી આપી હોવા છતાં કેટલાંક લોકો દ્વારા વેરો ભરપાઈ કરવામાં આંખ આડા કાન કરાતાં હોવાથી ગત્ રોજ પાલિકાની ટીમ દ્વારા નગરની ૧૯ દુકાનોને સીલ કરવામાં આવી હતી. જેમાં નગરનાં વોર્ડ નંબર ૩ માં આવેલ સીટી મોલ સ્થિત બે દુકાનો ( દુકાન નંબર ૭ અને ૮ ચોથો માળ ) જેનો બાકી વેરો ૩૬૧૩૦ / – , સીટી મોલ સ્થિત ચોથા માળ ઉપરની દુકાન નંબર ૧૪ જેનો બાકી વેરો ર૧,૪૪૩ / – અને સીટી મોલ સ્થિત ચોથા માળની દુકાન નંબર ર ૦ થી ૨૪ જેનો બાકી વેરો રૂા. પ ૩૬૪૬ / – . નગરનાં વોર્ડ નંબર 6માં આવેલ વિજય ટોકીઝ કંપાઉન્ડની દુકાન નંબર એફ -૧૩૬ જેનો બાકી વેરા ર૩૬૫૫ / – , વિજય ટોકીઝ કંપાઉન્ડની દુકાન નંબર એસ – ર૧૫ થી એસ -૨૧૯ જેનો બાકી વેરો ૬૮૦૪૯/- તેમજ વિજય ટોકીઝ કંપાઉન્ડની દુકાન નંબર એસ – ર૩ર થી એસ – ર૩૬ નો બાકી વેરો પ૦પ૬૪ /- છે. આમ કુલ ૧૯ દુકાનોનો કુલ રૂપિયા ૨,૫૩,૪૮૭ જેટલો વેરો ભરવાનો બાકી હતો, જે દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી.

નગરપાલિકા દ્વારા વારંવાર સૂચના આપવા છતાં જેમનાં વેરા ભરવાનાં બાકી હોય તેમણે સત્વરે વેરો ભરી જવા જણાવાયું છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other