ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘમાં ડાંગ જિલ્લાના હોદ્દેદારને આંતરિક ઓડિટર તરીકેની મહત્વની જવાબદારી આપવામાં આવી
રણજીતભાઈ પટેલને આંતરિક ઓડિટર તરીકે નિમણુંક કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ટીમની ભવ્ય જીત થઈ હતી ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદાર તરીકે ડાંગ જિલ્લામાંથી ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી રણજીતભાઈ પટેલની નિમણૂક થઈ હતી. દ્રારકાધીશના સાનિધ્યમાં રાજ્ય પ્રા.શિક્ષક સંઘની કાર્યવાહક સભા અને પદનામિત હોદ્દેદારોનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડાંગ જિલ્લામાંથી રણજિતભાઈ એમ.પટેલ ને રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના આંતરીક ઓડિટર (સીંગલ) તરીકે નિમણૂક થઈ હતી. જેમની રાજ્ય પ્રા શિક્ષક સંઘ માં મહત્વની જવાબદારી હોય છે. આ શપથ વિધી કાર્યક્રમમાં ડાંગ જી.પ્રા શિક્ષક સંઘના પ્રમુખશ્રી ધનજરાવભાઈ ભોયે કારોબારી સભ્ય પરિમલ પરમાર, જીજ્ઞેશભાઈ પટેલ સી.આર.સી.કો. પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના છેવાળાના જિલ્લા ડાંગને જ્યારે રાજ્ય પ્રા.શિક્ષક સંઘમાં આવી મહત્વની જવાબદારી આપવામાં અવતા ડાંગ જિ.પ્રા.શિક્ષક.સંઘ ના હોદ્દેદારો, તાલુકા સંઘ ના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, હોદ્દેદારો અને શિક્ષક ભાઈ બહેનોએ અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો. અને જિલ્લા પ્રા.શિક્ષક સંઘની ટીમ દ્વારા રાજ્ય સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો.