તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં તા.18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2021ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી દરમિયાન લોકજાગૃતિ માટે શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન, જિલ્લાની આઈ.ટી.આઈ અને પોલિટેકનિક કોલેજમાં સેમિનાર અથવા વેબિનારનું આયોજન, જનજાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયામાં રોડ સેફ્ટીને લગતા ફોટોસ, વીડિયો ક્લિપ્સ અને રોડ સેફ્ટીને લગતી જાહેરાત વાયરલ કરવામાં આવશે. રોડ સેફ્ટીને લગતા બેનર્સ લગાવવા તથા તેને લગતા પેમ્પ્લેટ્સ વહેચવાનું કાર્ય પણ આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવશે. જેથી લોકો રોડ સેફ્ટીને લઈને જાગૃત થાય અને નિયમોનું પાલન કરે. જનજાગૃતિ માટે કરવામાં આવી રહેલ રોડ સેફ્ટી અંગે તાલીમનું આયોજન વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવશે.
૦૦૦૦૦