માંગરોળ સહિત સુરત જિલ્લામાં હડતાળ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા વિભાગીય નાયબ નિયામકનો જિલ્લા આરોગ્ય અધિકારીઓને આદેશ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યભરનાં આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ પ્રશ્ને હડતાળ ઉપર ઉતર્યા છે. હાલમાં કોરોનાંની રસી મુકવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેવા સમયે આરોગ્ય કર્મચા રીઓ એ હડતાળ ઉપર ઉતરી, સરકારને ભીંસ માં લેવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે બીજી તરફ સરકારનાં આરોગ્ય વિભાગનાં વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય તબીબી સેવાઓ, સુરતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ, સુરત, તાપી નવસારી, વલસાડ અને ડાંગ ને એક પત્ર પાઠવી આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ પ્રશ્ને હડતાળ ઉપર છે. જેથી એમની સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લાના તમામ કર્મચારીઓને હાજર રહેવા સૂચના આપવી, હડતાળ ઉપર ગયેલાં કર્મચારીઓની ગેરહાજરી સેવા તૂટ ગણાશે, હડતાળ ઉપર ગયેલા કર્મચારીઓને ખાસ કરીને સ્ટાફ નર્સ હડતાળ ઉપર હોય તેમની કામગીરીની વેકલ્પીક વ્યવસ્થા કરીને જે તે સસ્થાની આરોગ્ય સેવાઓ નિયમિત રહે, તે સુનિશ્ચિત કરવાનું રહેશે. હડતાળ ઉપર ગયેલાં કર્મચારી ઓના નામ, હોદા, ફરજનું સ્થળ વગેરે વિગતો સાથેની જાણ કમિશનરશ્રી, જાહેર આરોગ્ય ગાંધીનગરને તથા વિભાગ્ય નાયબ નિયામક, આરોગ્ય તબીબી સેવાઓની કચેરીને રોજે રોજ કરવાની રહેશે.