બરડા ગામની મહિલાને આકામિક પ્રસૂતિનો દુખાવો ઉપડતાં ઈએમટી ના કર્મીઓએ સફળ પ્રસુતિ કરાવી સુરક્ષિત સુબીર આઈએચસી ખાતે દાખલ કર્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના બરડા ગામે રહેતી ૨૨ વર્ષીય સગર્ભા આશાબેન ગમનભાઈ ભોયે ને મધરાત્રી દરમિયાન આકસ્મીક પ્રસુતિ દુખાવો ઉપડતાં આશાવર્કર સુશીલા બેન ઇમરજન્સી 108 ફોન કરી જાણ કરતા સુબીર તાલુકાના ગારખડી લોકેશનની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક આશાબેન ભોયે ને ઘરે પહોંચી સગર્ભા ના વાઇરલ ચેક કરી તુરંત સુબીર સીએચસી ખાતે લઈ જવા રવાના થયા હતા રસ્તામાં વધારે દુખાવો ઉપડતાં ઈએમટી ના સંદીપ ભાઈ પવાર ને એમ્બ્યુલન્સ માં ડિલેવરી કરવાની ફરજ પડી હતી ઈએમટી ના પાયલોટ દિલીપભાઈ ચૌધરીએ એમયૂલેન્સ સાઈટમાં ઉભી રાખી ડિલેવરી કરાવતાં બાળક ના ગળા માં નાળ વીંટળાયેલા હતી એવી કપરી સ્થતી હોવા છતાં હિંમત હાર્યા વગર સફળ ડિલેવરી કરાવી બાળક અને માતા સ્વાસ્થ્ય ચેક કરી તાત્કાલિક ડોકટર મહેતા મેડમ ને ફોન કરી જાણ કરતા મહેતા મેડમ ની સલાહ મુજબ પ્રાથમિક સારવાર આપી બાળક અને માતા ને સુરક્ષિત સુબીર સીએચસી ખાતે દાખલ કર્યા હતા.