આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર જતાં માંગરોળ તાલુકાનાં ૩૮ ગામો ખાતે મમતા દિવસો રદ કરવાની નોબત આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાક દિવસોથી માંગરોળ તાલુકા સહિત રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ વિવિધ માંગણીઓ પ્રશ્ને હડતાળ ઉપર ઉતર્યા છે. આ હડતાળને પગલે માત્ર માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં કાર્યક્ષેત્રમાં ફરજ બજાવતાં ૯૭ આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં જોડા યા છે. જેને પગલે માંગરોળ તાલુકાનાં ૯૨ ગામો માં આરોગ્યની ફિલ્ડ કામગીરીને તો ભારે અસર થઈ છે.પરંતુ અતિ મહત્વની ગણાતી મમતા દિવસની કામગીરીને પણ અસર થઈ છે.દર અઠવાડિયે સોમવાર તથા બુધવારે માંગરોળ તાલુકામાં મમતા દિવસની કામગીરી આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ તરફથી કરવામાં આવે છે. આ કામગીરીમાં પોલિયો DPT, કમળો, ઓરી વગેરે રોગોની રસી બે વર્ષ સુધીનાં બાળકોને મુકવામાં આવે છે.પરંતુ આરોગ્ય કર્મચારી ઓની હડતાળને પગલે ગઈ કાલે બુધવારના દિવસે ઉજવવામાં આવતો આ મમતા દિવસ રદ કરવાની ફરજ પડી હતી.વતાલુકાનાં ૩૮ ગામોનાં સેન્ટરો ઉપર આ દિવસ ની ઉજવણી રદ કરવામાં આવી હતી. આમ આરોગ્ય કર્મચારીઓની હડતાળને પગલે માંગરોળ તાલુકામાં ભારે અસર થવા પામી છે.