વ્યારાના પાનવાડીની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના મકાનમાંથી અંદાજે 80 હજારની ચોરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ચોરીનાં ગુનાની વિગત એવી છે કે, ગત તા. 06/11/19નાં બુધવારનાં રોજ રાત્રિના 1 વાગ્યાથી પરોઢના 5 વાગ્યા દરમ્યાન વ્યારાના પાનવડીમા આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના મકાન નં. 33નાં કમ્પાઉન્ડનાં દરવાજાને મરેલ તાળુ તથા મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઇ ચોર ઈસમે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં નીચેના બેડરૂમ તથા ઉપરના પહેલા માળે આવેલ બેડ રૂમમાં મુકેલ કબાટ તોડી કબાટના લોકરમાં મુકેલ રોકડા રૂપિયા ૫ , ૦૦૦ / – તથા ( ૧ ) સોનાનું મંગળસુત્ર નંગ – ૦૧ કિ. રૂ. – ૧૬ , ૦૦૦ તથા ( ૨ ) સોનાના લુઝ નંગ – ૩ જેમાં એક જેન્સ લુઝ તથા એક લેડીશ લુઝ તથા એક નાનુ છોકરીનુ લુઝ કિ. રૂ . – ૩૦ , ૦૦૦ / – તથા ( ૩ ) સોનાની ચેન નંગ – ૨ જેમાં એક લેડીઝ ચેન તથા એક નાની છોકરીની ચેન કિ. રૂ. – ૧૫,૦૦૦ – તથા ( ૪ ) સોનાનુ નાનુ કડુ નંગ – ૧ કિ. રૂ. ૩,૦૦૦ / – તથા ( ૫ ) સોનાની વિટી નંગ – ૨ કિ. રૂ. – ૬,૦૦૦ / – તથા ( ૬ ) સોનાની બુટ્ટી જોડી ૧ કિ. રૂ . – ૩,૦૦૦ / – તથા ( ૭ ) ચાંદીના સાકળા જોડી – ૧ કિ. રૂ. – ૧,૫૦૦ / – મળી કુલ કિ. રૂ. – 79,500 / – ના મત્તાના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે મયુરભાઈ અમૃતભાઈ ચૌધરીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરતા આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. આ ગુનાની આગળની તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન . આર . મકવાણા કરી રહ્યાં છે.