ડાંગના ખેડૂતોને નવી ખેતી વિશે માહિગાર કરવા, કે.વી.કે. વઘઇના વૈજ્ઞાનિકોની ટીમે કે.વિ.કે. ડેડીયાપાડાની મુલાકાત લીધી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : નવસારી કૃષિ યુનર્વિસટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.સી.કે. ટિંબડિયા અને કે.વી.કે., ન.કુ.યુ., વઘઇ ના વરિષ્ઠ વૈજ્ઞાનીક અને વડા, ડો. જી. જી. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ડાંગ ના ખેડૂતોને નવી ખેતી લક્ષી તાંત્રિકતા વિશે માહિગાર કરવા, કે.વી.કે. વઘઇ ના વૈજ્ઞાનિકોની ટીમ દ્વાર કે.વિ.કે, ડેડીયાપાડા ની મુલાકાત લેવામાં આવી હતી જેમાં કે.વી.કે. વઘઇના વૈજ્ઞાનિકોની ટીમે કે.વી.કે. ડેડિયાપાડાની વિવિધ તાંત્રિક્તા જેવી કે બાયોગેસ યુનિટ, ખેતીનિદર્શન પાર્ક, ખેત તલાવડી, બકરા પાલન યુનિટ, મશરૂમ યુનિટ, પશુપાલન ના વિવિધ મોડેલ, નેટ હાઉસ, વર્મી કંપોસ્ટ યુનિટ, કિચન ગાર્ડન અને અન્ય ખેતી ને લગતા ૨૨ જેટલા વિવિધ નિદર્શન યુનિટની મુલાકાત લઇ ને ડાંગ જિલ્લામાં આવી વિવિધ કૃષિ તાંત્રિક્તાનો પ્રચાર- પ્રસાર થાય તે માટે કે.વી.કે. વઘઇના વૈજ્ઞાનિકોએ વિવિધ યોજના બનાવી, ડાંગ જિલ્લા ના છેવાડાના ખેડુતો સુઘી આ નવીનતમ અભિગમ પોંહચે તે માટે કે.વી.કે. વઘઇના વૈજ્ઞાનિકો એ બીડું ઝડપ્યું છે. મુલાકાત દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના બંને કે.વિ.કે.ના વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતો સુધી નવી તંત્રિક્તા ઝડપથી પહોંચે અને ખેડુતો આ તકનીકોથી માહિતગાર થાય અને તેને ઝડપથી અપનાવે તે માટે બંને કે.વી.કે. વૈજ્ઞાનિકો વચ્ચે માહિતીની આપ-લે થય હતી.