માંગરોળ : પક્ષીઓમાં બર્ડફલૂનો રોગ નજરે પડી રહ્યો છે, ત્યારે તાલુકા મથક માંગરોળ ખાતેનું ઘનિષ્ઠ મરઘાં ઉછેર કેન્દ્ર સંચાલિત બંધ કરાયેલ મરઘાં સેવા કેન્દ્ર શરૂ કરવા માંગ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હાલમાં પક્ષીઓમાં બર્ડફલૂનો રોગ નજરે પડી રહ્યો છે, ત્યારે તાલુકા મથક માંગરોળ ખાતેનું ઘનિષ્ઠ મરઘાં ઉછેર કેન્દ્ર સંચાલિત મરઘાં સેવા કેન્દ્ર કોઈ પણ કારણ વીનાં બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ સેવા કેન્દ્ર શરૂ કરવા મરઘાં ફાર્મનાં માલિકોએ માંગ કરી છે. આ કેન્દ્રનું સંચાલન અગાઉ વ્યારા ખાતેથી કરવામાં આવતું હતું. પરંતુ વ્યારા જિલ્લો અલગ થતાં માંગરોળનાં કેન્દ્રનો સુરત જિલ્લામાં સમાવેશ કરવામાં આવતાં, આ મરઘાં સેવા કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારમાં અનેક મરઘાંનાં ફાર્મ આવેલા છે. સાથે જ ખાનગી રાહે પણ ખેડૂતો પોતાનાં વાડાઓમાં દેશી મરઘાં ઉછેરે છે.મરઘાં સહિતનાં પક્ષીઓમાં વારે ઘરીયે કોઈ ને કોઈ રોગ થતાં રહે છે. ત્યારે મરઘાં સહિતનાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તો એમનાં જીવો બચી શકે, ત્યારે તાલુકા મથકમાંગરોળ ખાતે બંધ કરાયેલ મરઘાં સેવા કેન્દ્ર શરૂ કરવા ઉગ્ર માંગ બની છે.