તાપી : સોનગઢ તાલુકાના શ્રાવણીયા ગામની સીમમાંથી પીકઅપ ટેમ્પોમાં શેરડીની ચીમડીની આડમાં દારૂની હેરાફેરી કરતા ૦૭ ઇસમોને પકડી પાડતી તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક શ્રી જી.તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારાએ તાપી જીલ્લામાંથી પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તિને ડામવા સારૂ સુચના આપેલ હોય, શ્રી ડી.એસ. લાડ I/c પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જી.તાપી તથા ASI ભુપેન્દ્રભાઈ યશવંતરાવ પાટીલ તથા ASI નારણભાઈ રામજીભાઈ બારોટ તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ તથા અ.પો. કો. કશ્યપભાઈ અમરસિંગ તથા અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઈ તથા આ.પો.કો. સજેશભાઈ જુલીયાભાઈ સાથે તા.૧૨ / ૦૧ / ૨૦૨૧ ના રોજ સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી રેઈડમાં નિકળેલા દરમ્યાન, ASI ભુપેન્દ્રભાઈ યશવંતરાવ પાટીલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મહારાષ્ટ્ર રાજ્યના નવાપુરથી એક પીકઅપ ટેમ્પો નં. GJ – 05 BV – 6832 ના ડ્રાઈવર તથા ક્લિનર પીકઅપ ટેમ્પોમાં શેરડીની ચિમડી ભરી તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્ષ ભરી વિરથવા ગામ થઈ સોનગઢ ફાટા થઈ ચિિમેર ગામ થઈ શ્રાવણીયા ગામ થઈ વ્યારા તરફ જનાર છે અને તેની આગળ એક સ્કોડા કાર રજી . નં . GJ – 05 JN – 2626 માં પોય ઇસમો સવાર છે, જેઓ પીકઅપ ટેમ્પોની આગળ ચાલી પાયલોટીંગ કરી રહેલ છે તેવી પાકી અને ચોક્કસ માહિતી મળતા વોચ ગોઠવેલ હતી. દરમ્યાન સ્કોડા કાર નં . GJ – 05 JN – 2626 માં સવાર આરોપીઓ ( ૧ ) અજયકુમાર નાનુભાઈ ગામીત ઉ.વ.૨૯ રહે. તાડકુવા નિશાળ ફળીયુ તા.વ્યારા જી.તાપી ( ૨ ) હીતેનકુમાર હરીશભાઇ ગામીત ઉ.વ, ૨૩ રહે . તાડકુવા મહુડી ફળીયુ તા.વ્યારા જી, તાપી ( ૩ ) રાહુલભાઇ જયંતીભાઇ ગામીત ઉ.વ .૩૦ રહે . સરકુવા નવુ ફળીયુ તા. વ્યારા જી.તાપી ( ૪ ) શયનેશભાઇ ચંપકભાઇ ગામીત ઉ.વ.૨૫ રહે. તાડકુવા નિશાળ ફળીયુ તા.વ્યારા જી.તાપી ( ૫ ) વિકાસ બચુભાઇ ગામીત ઉ.વ .૨૪ રહે , તાડકુવા નિશાળ ફળીયુ તા.વ્યારા જી.તાપીએ પાયલોટીંગ કરી આવતા હતા અને તેઓની પાછળ દારૂ ભરેલ પીકઅપ ટેમ્પો GJ – 05 BV – 6832 ના ચાલક રાહુલભાઈ સોમાભાઈ ગામીત રહે . મોટા તારપાડા નિશાળ ફળિયુ તા.સોનગઢ જી.તાપી તથા ક્લિનર સંજયભાઈ કિશનભાઈ ગામીત રહે . મોટા તારપાડા નિશાળ ફળિયુ તા.સોનગઢ જી.તાપીએ શેરડીની ચીમડી આશરે ૧૫૦૦ જેની કિ.રૂ .૩૦૦૦ / – ની આડમાં વ્હીસકી તથા ટીન બિયરના કુલ બોક્ષ નંગ -૧૦૧ કુલ બોટલા નંગ -૩૬૭૨ લીટર ૧૦૧૫.૫૦ લીટર જેની કિ.રૂ. ૨,૬૭,૬૦૦/- નો પ્રોહી જથ્થો ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી કુલ મોબાઈલ નંગ -૮ કિ.રૂ. ૨૯,૦૦૦ / – તથા સ્કોડા કાર GJ – 05 JN – 2626 કિ.રૂ. ૫,૫૦,૦૦૦ / – તથા પીકઅપ ટેમ્પો GJ – 05 BV – 6332 કિ.રૂ. ૪,૦૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ. ૧૨,૪૯,૬૦૦ / – ના મુદામાલ સાથેના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

સદર ગુન્હાની વધુ તપાસ શ્રી ડી.એસ. લાડ I / C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપી કરી રહેલ છે. તાપી જીલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂ સપ્લાય કરનાર ઇસમોને પકડી પાડવામાં શ્રી ડી.એસ. લાડ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જી.તાપી તથા એલ.સી.બી. ટીમને મોટા પાયે દારૂના જથ્થાની હેરાફેરી થતી અટકાવવામાં સફળતા મળેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other