આજે વહેલી સવારે ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેતીનાં પાકોને વ્યાપક નુકશાન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૯મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે, સુરત જિલ્લાના અતિપછાત એવા તાલુકા મથક ઉમરપાડા સહિત આસપાસનાં વિસ્તારોમાં ચોમાસાની મોસમની જેમ જ કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદ પડતાં ખેડૂતોનાં ખેતરમાં ઉભેલા પાકો જેવા જુવાર, તુવેર, કપાસ સહિતના પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. ચાલુ વર્ષે મોસમની અનિયમિતતાને પગલે ખેડૂતોનાં ખેતીનાં પાકોને વધુ નુકશાન થવાનાં બનાવ બન્યા છે. જો કે પ્રથમ વખત ખેતીનાં પાકોને નુકશાન થતાં સરકાર તરફથી ખેડૂતોને પાકોની નુકશાની પેટે કરોડો રૂપિયાની સહાય ચૂકવી છે. ત્યાર પછી બીજી વાર કમોસમી વરસાદ પડ્યો છે.સાથે જ આ સમયે ખેડૂતોનાં પાકો ખેતરમાં ઉભેલા હોય છે. જેથી ચાલુ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ નુકશાન કરતું વર્ષ પુરવાર થયું છે.