વાલોડ તાલુકાના દેગામા ગામની તરૂણી શ્રેયા વ્યારાના કપુરા ગામેથી ગુમ થઈ
કપુરા ગામે બ્યુટી પાર્લરમાં આઇબ્રો કઢાવવાનું હોવાનું કહીં માતા પિતાથી છૂટી પડી હતી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પોલીસ સ્ટેશને તા . ૦૫ / ૧૧ / ૨૦૧૯ ના રોજ નોંધાયેલ જાણવા જોગ . ને . ૩ ૨ / ૨૦૧૯ મુજબ બનાવની વિગત એવી છે કે, ફરીયાદ આપનારની દિકરી શ્રેયાબેન શૈલેષભાઇ ગામીત ઉ . વ . ૧૯ તા . ૦૪ / ૧૧ / ૨૦૧૭ ના રોજ તેણીના માતા પિતા સાથે વાલોડ તાલુકાના દેગામા ગામેથી વ્યારા ખાતે ખરીદી કરવા આવતા હતા ત્યારે તેઓ સાથે કપુરા ગામે તેણીને બ્યુટી પાર્લરમાં આઇબ્રો કઢાવવાનું હોવાથી આશરે સવા એકાદ વાગ્યે કપુરા ગામે નહેર પાસે ઉતરેલ હતી અને તેણીના માતા પિતા વ્યારા ખાતે ખરીદી કરી આશરે અઢી વાગ્યેના આસપાસ કપુરા ગામે આવતા તેણી હાઇસ્કુલની સામે આવેલ બ્યુટીપાર્લર પાસે દેખાયેલ નહી જેથી બ્યુટીપાર્લરમાં તથા આજુબાજુમાં તથા બસ સ્ટેન્ડ ઉપર તપાસ કરતા તથા તેણીના મોબાઇલ ઉપર ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હોય અને તેણીના સગા સબંધીઓને ત્યાં તપાસ કરતા કરાવતા મળી આવેલ નથી. જેથી તેણી કોઇને કંઇપણ કહયા વગર કયાંક ચાલી ગયેલ છે અને ગુમ થનારની તપાસ કરતા આજ દિન સુધી મળી આવેલ નથી અને તેણીએ શરીરે મરૂણ તથા કેસરી કલરનો ટોપ તથા કમરે મરૂણ કલરની ધોતી પહેરેલ છે શરીરે પાતળા બાંધાની અને રંગે ઘઉં વર્ણોની છે જે ગુજરાતી ભાષા બોલે છે . જેથી ગુમ થનારની કોઈ માહિતી કે મળી આવે તો નીચેના ટેલીફોન ઉપર જાણ કરવા વિનંતી છે . વ્યારા પોલીસ સ્ટેશન ટે. ફોન નં . 02626-220033. ત.ક.અ. યોગેશભાઈ રોહિદાસ મો. નં. 9427829190.