રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત પીએચસી – સાપુતારાના માલેગામ સબ સેન્ટરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામા આવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : પી.એચ.સી સાપુતારાના મેડિકલ ઓફિસર શ્રી નિર્મલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી. સાપુતારાના પેટા કેન્દ્ર માલેગામ ખાતે અડોલેશન હેલ્થ કાઉન્સેલર મનીષા બેન ચૌહાણ અને સી.એચ.ઓ. મીરા બેન દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત પીએચસી – સાપુતારાના માલેગામ સબ સેન્ટર માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણી દરમિયાન કિશોર કિશોરીઓને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બધી કિશોરીઓને, પિરીયડમા શરીરની સ્વછતા વિશે સમજુતી આપી સાથે કિશોર કિશોરીઓને કિશોરાવસ્થામાં થતા ફેરફારો, તેમા કિશોર કિશોરીઓના વૃદ્ધિ વિકાસ,સમતોલ આહાર, ટીબી, એનેમિયા, આઈ એફ એ ની ગોળી, વ્યસન વિશે, નાની ઉંમરમાં લગ્ન વિશે ,અને નાની ઉંમરે ગર્ભાવસ્થાની અસરો, સાથે માનસિક આરોગ્યની સમજ આપવામાં આવી હતી. સાથે જીવન કૌશલ વિશે ની સમજુતી આપી વધુ માં હાલમાં ચાલતા કોરોનાં મહામારી વિશે માહિતી આપવામાં આવી હતી પિયર એજયુકેટર ને RKSK લોગો વાળી ડાયરી ઓ પણ આપવામાં આવી હતી. આવેલ કિશોર કિશોરીઓને નાસ્તો તેમજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને સેનેટરી પેડ તથા કિશોર કિશોરીઓને માસ્ક સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ ઉજવણી માં એડોલેસેન્ટ કાઉન્સેલર મનિષા ચૌહાણ, સી. એચ.ઓ મીરા બેન, ફીમેલ હેલ્થ વર્કર જિગીષા બેન, પિયર એજયુકેટર, આશા વર્કર ઉપસ્થિત રહ્યા હતા.