માંગરોળ-માંડવી તાલુકાનાં ખેડૂતો માટે ૫૭૬ કરોડનાં ખર્ચે ઉભી થનારી પાઈપ લાઈન સિંચાઈ યોજનાનું આગામી તા. ૧૦મીના મુખ્યમંત્રીનાં હસ્તે થનારૂ ઉદ્દઘાટન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ અને માંડવી તાલુકાનાં ૮૯ ગામોનાં ખેડૂતોની ૪૯,૫૦૦ એકર જેટલી જમીનને સિંચાઇ વિસ્તાર હેઠળ આવરી લેવા તથા આ ગામોનાં ૨૯૦૦ ખેડૂતોને ૫૭૬ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી ગોરધા-વડ ઉદવહન પાઈપ લાઈન સિંચાઇ યોજનાનો લાભ મળશે. આ યોજનાનું આગામી તારીખ ૧૦ મી જાન્યુઆરીના રોજ રાજ્યનાં મુખ્યમંત્રી ઉદ્દઘાટન કરશે.આ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવા,સામાજીક ન્યાય વિભાગનાં મંત્રી ઈશ્વરભાઈ પરમાર,પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ પ્રભુદાસ વસાવા વગેરે હાજર રહેશે.આ અંગે વધુ માહિતી આપતાં માંગરોળ નાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપત સિંહ વસાવા એ જણાવ્યું કે આ પાણી લીફટ કરી સિંચાઇ માટે આપવાનું હોય સરકારે ખૂબ ઉંચી કિંમત ચૂકવવી પડી છે.એમણે ખેડૂતોને અપીલ કરી છે કે ભારત સરકારના હર ખેત કો પાની નાં સ્વપ્નને સાકા ર કરવા તથા પર ડ્રોપ મોર ક્રોપ અભિયાનને સફળ બનાવવા માટે પાણીનો બચાવ અને કરકસ રયુક્ત ઉપયોગ કરી વધુ લાભદાયી અને વધુ લાભદાયી અને આધુનિક કૃષિ પધ્ધતિનો અમલ કરી, ગુજરાત રાજ્યને દેશમાં આધુનિક સિંચાઈના એક મોડેલ રાજ્ય બનાવ વામાં પોતાનાં સહયોગની માંગ કરી છે.આ યોજ ના થકી માંડવી તાલુકાનાં ૬૧ અને માંગરોળ તાલુકાનાં ૨૮ ગામોનાં ખેડૂતોને લાભ મળશે.આ ઉદવહન સિંચા ઇથી આ વિસ્તારનાં આદિ વાસી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.આ યોજ ના આ વિસ્તારમાં ઉભી કરાવ વા માટે માંગરોળનાં ધારા સભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કરેલા પુરુષાર્થ બદલ આ બંને તાલુકાનાં આદિવાસી ખેડૂતોએ અભિનંદન પાઠવ્યા છે.