તાપી : વ્યારા નગરે આશાસ્પદ નેતૃત્વ ગુમાવ્યું : એડ. અજયભાઈ શાહનું નિધન

0
FB_IMG_1609937055702
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા નગરનાં અગ્રણી એડવોકેટ અજયભાઈ જનકરાય શાહનું સુરતની ખાનગી હોસ્પીટલમા સારવાર દરમિયાન દુખદ નિધન થયું હતું. તેમનાં અંતિમ સંસ્કાર વ્યારા ખાતે કરવામાં આવ્યા હતા. એમની લોકચાહનાને પગલે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તેઓ વ્યારા નગર પાલિકામાં પ્રમુખ તરીકે સેવા આપી હતી. વ્યારાની શ્રી ર. ફ. દાબુ કેળવણી મંડળનાં ચેરમેન પણ રહી ચૂક્યા હતાં. ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળમાં પણ સેવા આપી હતી. વ્યારાની શ્રી શિવાજી સાર્વજનીક પુસ્તકાલયનાં મંત્રી અને અન્ય અનેક સંસ્થાઓના અગ્રણી, હસમુખ, સેવાભાવી સપૂતશ્રી અજયભાઈ જનકરાય શાહનું આઘાતજનક અવસાન થયું છે. વ્યારા નગરે આશાસ્પદ નેતૃત્વ ગુમાવ્યું છે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના. એમના કુટુંબીજનો અને ચાહકોને પ્રભુ આ આઘાત સહેવાની શક્તિ આપે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *