વાલોડ પોલીસ મથકે નોંધાયેલ ગુનામા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી પોલીસ અધિક્ષક તાપી વ્યારાએ જીલ્લાના નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઈન્સપેક્ટરશ્રી એચ. સી. ગોહિલ, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન આધારે આજ રોજ એસ.ઓ.જી. તાપીના પોલીસ માણસો વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારના બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કો. વિપુલભાઇ રમણભાઇને મળેલ બાતમી હકિકત આધારે, મિતેશભાઇ રમેશભાઇ ગામીત ઉ. વ લ. ૨૭ ધંધો- ડ્રાઇવિંગ રહેવાસી, કપડવણ ઝરણ ફળીયુ બાલપુર, તા.વ્યારા જી. તાપીનાનો વાલોડ પો.સ્ટે . પાર્ટ I ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૦૧૧૫૧/ ૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૪૧, ૧૧૪ તથા ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમ ૨૬ (૧) એફ, ૭૭ તથા બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ ૧૯૪૨ નિયમ (કલમ) ૬૬, ૯૦, ૯૧, ૯૩, ૯૪, ૧૨૯ મુજબના ગુનામાં સંડોવાયેલ છે અને ઘણા સમયથી નાસતો ફરે છે અને હાલ તે બુહારી ચાર રસ્તા તા. વાલોડ પાસે આવનાર હોવાની માહિતી આધારે પંચો સાથે તપાસ કરતા સદર જગ્યા ઉપરથી બાતમી હકિકત અને વર્ણનવાળો એક ઈસમ મળી આવતા તેને ઉપરોક્ત મુજબના ગુનાના કામે સી.આર.પી.સી. ૪૧ (૧) આઇ મુજબ અટક કરવામાં એસ.ઓ.જી. તાપીને સફળતા મળેલ છે.