તાપી : પતિ-પિયર પક્ષ તરફથી પિડીત વ્યારા તાલુકાની મહિલાની વ્હારે આવી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા પાસેના ગામમાંથી એક પિડિતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે એમનો પતિ જબરજસ્તીથી પિયરમાં લેવા આવેલ છે. અને એમની સાથે જવુ નથી જેમાં મદદ કરવા અપીલ કરાતા અભયમ રેસ્ક્યુ વાન વ્યારા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વાતચીત કરતાં જાણવા મળેલ કે 24 વષિય પિયંકાબેન (નામ બદલેલ છે) લગ્નને એક વષૅ પૂર્વ જુનાગઢનાં એક યુવક સાથે ગુગલ મીટ એપ્લિકેશન દ્વારા ઓળખાણ થઈ હતી અને એમ કહેતા હતાં કે મારા ત્રણ રેસ્ટોરન્ટ છે, ઘર સારું છે તથા હુ તમને સારી રીતે રાખીશ તેમ લાલચ આપીને એક યુવક સાથે પ્રેમલગ્ન કરેલ હતા. પિડીતાએ ત્યાં જઈને જોયુ તો લારી ઉપર કામ કરતા હતા. એમનાં સાસરીમાંથી ત્રાસ આપતાં હોવાથી પિડીતા ચાર તારિખે સાસરીમાંથી પિયરમાં આવી હતી. એમનો પતિ બે દિવસની અંદર પિડીતાબેનને પિયરમા લેવા માટે એકલા આવી ગયા હતા, પરંતુ પિડીતાબેનને સાસરીમાંથી અને પતિથી માનસિક ત્રાસ હોવાથી તેમને સાસરીમા જવુ ન હતું. પિડીતાની જાણ બહાર પિડીતાના નામથી પિડિતાના મિત્ર પાસે રુ. 26000 ની માગણી કરી હતી. જયારે પિડિતાના માતા બિમાર હતા ત્યારે અને અવસાન થયેલ ત્યારે તેમને સાસરીમાંથી મળવા માટે મનાઈ કરી હતી. આ બાબતે પિડિતાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમ ટીમ દવારા કાઉન્સીલીગ કરી લાંબાગાળાનુ કાઉન્સીલીગ કરવા માટે પી.બી.એસ.સી. સેંટરમાં હેન્ડઓવર કરેલ છે.