તાપી જિલ્લામા ભાજપા સંગઠનની નવરચના : નગર/તાલુકા પ્રમુખોની નિમણુંક
વ્યારા નગર ભજપા પ્રમુખ તરીકે કુલીનભાઈ પ્રધાનની નિમણુંક થઇ
મહામંત્રી તરીકે રાજુભાઈ રાણા અને કેયુરભાઈ શાહની પસંદગી થઇ
તાપી જિલ્લામાં જેની ભાજપ કાર્યકરો દ્વારા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવા વ્યારા અને સોનગઢ નગર-તાલુકા ભાજપા સંગઠનની આજ રોજ જાહેરાત કરાય હતી.
તાપી જિલ્લા માટે અગત્યના એવા બંને મોટા નગર વ્યારા અને સોનગઢમાં આજે ભાજપ પ્રમુખ અને મહામંત્રીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, સંગઠન પર્વના ભાગરૂપે આજે તાપી જિલ્લામાં નવવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ અગ્રસેન ભવન સોનગઢમાં રાખવામાં આવ્યો હતો. જેમાં સોનગઢ નગર અને તાલુકા પ્રમુખ અને મહામન્ત્રીની જાહેરાત તાપી જિલ્લા પ્રભારી બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સોનગઢ નગર ભાજપ પ્રમુખ તરીકે અશોકભાઈ પાઠક અને મહામંત્રીઓ બનેલા મિતુલભાઈ ગામીત અને રાજુભાઈ ભાવસાર તેમજ સોનગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ દામજીભાઇ ગામીતને રિપીટ થવા બદલ, અને મહામંત્રી તરીકે ભરતભાઇ ગામીત અને વિજયભાઇ વસાવાની નિમણુંક થવા બદલ કાર્યકરોએ અભિનન્દન પાઠવ્યા હતા.
જ્યારે વ્યારાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં વ્યારા નગર અને તાલુકા પ્રમુખ અને મહામન્ત્રીની જાહેરાત કરવામા આવી હતી. જેમાં વ્યારા નગર પ્રમુખ તરીકે જાહેર થયેલા કુલીનભાઈ પ્રધાન અને મહામંત્રીઓ રાજુભાઈ રાણા અને કેયુરભાઈ શાહની પસંદગી થતા કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. વ્યારા તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ અને મહામંત્રીઓ ધર્મેશભાઈ અને ગણપત ગામીતની નિમણુંક કરવામા આવી હતી. ભાજપ કાર્યકરોએ નવનિયુકત હોદ્દેદારોને આવનારા સમયમાં પાર્ટી અને સંગઠનને મજબૂત બનાવવા શુભકામના આપી હતી. અને કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.