કેવડીયાના ૧૨૧ ગામોનાં આદિવાસીઓની જમીન સરકાર સંપાદન કરી રહી છે, એનાં વિરોધમાં માંગરોળ તાલુકા કોગ્રેસ અને આદિવાસી આગેવાનો દ્વારા માંગરોળનાં મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કેવડીયાના ૧૨૧ ગામોનાં આદિવાસીઓની જમીન સરકાર સંપાદન કરી રહી છે,એનાં વિરોધમાં માંગરોળ તાલુકા કોગ્રેસ અને આદિવાસી આગેવાનો દ્વારા માંગરોળનાં મામલતદાર ડી.કે. વસાવાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.રાજ્યનાં રાજયપલ, અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા, મુખ્યમંત્રી અને માંગરોળ વિસ્તારનાં ધારાસભ્ય તથા રાજ્યનાં વનમંત્રીને સંબોધીને લખાયેલાં આ આવેદન પત્રમાં જણાવાયુ છે કે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ઉભા કરાયેલા સરદાર પટેલ સ્ટેચ્યુના નામે નર્મદા જિલ્લાના આવેલા આદિવાસીઓની જમીન અગાઉ પણ ગુજરાત સરકારે સંપાદન કરી છે. અને હાલમાં ૧૨૧ ગામોનાં આદિવાસીઓની જમીન સરકાર દ્વારા સંપાદન કરવામાં આવી રહી છે. જેથી આદિવાસીઓ માની રહ્યા છે કે સરકાર આદિવાસીનું નિકંદન કાઢી રહી છે. પવિત્ર સવિધાનની અનુસૂચિ ૫ મુજબ આદિવાસીઓનું સરકારે રક્ષણ કરવું જોઈએ. જેનાં બદલે વિકાસનાં નામે આદિવાસીઓને બરબાદ કરી દેવામાં આવી રહ્યા છે. જેથી આદિવાસી સમાજનાં લાંબા ગાળા ના હિતને ધ્યાનમાં રાખી આદિવાસીઓને બરબાદ કરતાં કાયદા તથા વેર વિખેર કરતાં કરતાં કાય દાઓનો વિરોધ કરવો જોઈએ. સરકારમાં કે સતામાં રહેવા કરતાં આદિવાસી સમાજની પડખે બેસવાનું પસંદ કરશો તો સમગ્ર આદિવાસી સમાજ આપની સાથે રહેશે. અને આપનાં હૃદયમાં આદિવાસી સમાજ નું હિત સમાયેલું છે. એવું સાબિત થશે.
આ પ્રસંગે સર્વશ્રી રમણભાઈ ચૌધરી (માજી પંચાયતમંત્રી), શામજીભાઈ ચૌધરી, એડવોકેટ બાબુભાઇ ચૌધરી, સાહબુંદીન મલેક, ગણેશભાઈ ગામીત,રૂપસિંગભાઈ ગામીત, મોહનભાઇ વસાવા સહિત કોંગી આગેવાનો અને આદિવાસી સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા.