માંગરોળ : DGVCL કચેરીને આપવામાં આવેલો ગ્રાહકોની ફરિયાદ નોંધવા માટેનો મોબાઈલ ખોવાઈ ગયો : ગ્રાહકો પરેશાન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ DGVCL કચેરીને ગ્રાહકોની ફરિયાદ નોંધવા માટે જે મોબાઈલ આપવામાં આવ્યો હતો. તે ત્રણ દિવસથી ખોવાઈ જતાં ગ્રાહકો પરેશાન થઈ જવા પામ્યા છે. તાલુકા મથક માંગરોળ ખાતે DGVCL ની નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની કચેરી આવેલી છે. આ કચેરીના કાર્યક્ષેત્રમાં ચાલીસ જેટલાં ગામોનો સમાવેશ થાય છે. એ ગામોનાં ગ્રાહકોની વીજ પ્રશ્નોની ફરિયાદ નોંધવા માટે 8469542784 નંબરનો મોબાઈલ આપવામાં આવ્યો હતો. પરંતુ આજથી ત્રણ દિવસ અગાઉ એક કર્મચારીથી કોઈ જગ્યાએ પડી જતાં. આ સેવા બંધ થઈ ગઈ છે. જેને પગલે માંગરોળ તાલુકાનાં વીજ ગ્રાહકો હેરાન થઈ જવા પામ્યા છે. કારણ કે હવે વીજ પ્રશ્નો અંગેની ફરિયાદ ક્યાં નંબર ઉપર નોંધાવવી, આ નંબર ચોવીસ કલાક કાર્યરત રહે છે. જેથી રાત્રીનાં સમયે કોઈ વીજ પ્રશ્ન ઉભો થાય તો ત્વરીત જાણ કરી શકાતી હતી.આ નંબર ઉપર ગ્રાહકો ના વીજ ફોલ્ટ, સર્વિસ વાયર, ડીઓ ઉડી જવા સહિતની ફરિયાદો નોંધાવી શકાતી હતી. જો કે આ પ્રશ્ને માંગ રોળ, DGVCL કચેરીનાં જુનીયર ઈજનેર કેતન ભાઈ પટેલને પૂછતાં એમણે જણાવ્યું કે આજે સાંજ સુધીમાં આજ નંબરનો સીમ કાર્ડ આવી જશે. જેથી આજે રાત સુધીમાં કે આવતી કાલે તારીખ ૨૫મીનાં સવાર સુધીમાં આ સેવા શરૂ થઈ જશે. ગ્રાહકોને જે તકલીફ પડી છે.એ બદલ માંગરોળ, DGVCL કચેરીએ દિલગીરી વ્યક્ત કરી છે.