નેશનલ TB ઇલેમીનેશન પ્રોગ્રામ હેઠળ TBની સારવાર, દવા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે થશે : હવે દર મહિને દર્દીને 500 રૂપિયા પણ ખોરાક માટે મળશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નેશનલ TB ઇલેમીનેશન પ્રોગ્રામ હેઠળ, TB ની સાર વાર અને નિદાન માંગરોળ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે વીનાં મૂલીયે થશે.સાથે દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. સાથે હવે સરકાર તરફથી દર મહિને દર્દીને 500 રૂપિયા ખાધા – ખોરાકી પેટે આપવા માં આવશે. આ પ્રોગ્રામ હેઠળ કફ કોર્નર ફાસ્ટ ટ્રેકીંગ એટલે કે કોઈને પણ બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ઉરસ આવતી હોય તો TB હોઈ શકે. જેથી તેનું નિદાન ગળફાની તપાસથી થઈ શકે છે. જેથી ખાંસી કે ઉધરસ વાળા દર્દીઓએ ત્વરીત ગળફાની તપાસ માંગરોળ સરકારી રેફરેલ હોસ્પિટલ કે નજીકની સરકારી હોસ્પિટલમાં કરાવવી જરૂરી છે. TB ની સારવાર, નિદાન વીનાં મૂલીયે કરી આપવામાં આવશે. સાથે જ દવા પણ વિનામૂલ્યે આપવામાં આવશે.સાથે સરકારે કરેલી જાહેરાત મુજબ હવે TB ના દર્દીને દર મહિને ખાધા-ખોરાકી પેટે પાંચ સો રૂપિયા પણ આપવામાં આવશે. આ રકમ દર્દીના ખાતામાં દર મહિને સીધી જમા થઈ જશે. આ અંગેનું વધુ માહિતી ટોલ ફ્રી નંબર 1800116666 ઉપર સંપર્ક કરવાથી મળી શકશે.