તાપી : વ્યારાની શ્રી ખુ.મ.ગાંધી પ્રાથમિક શાળાનું ગૌરવ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મે મહિનામાં રાજય સરકાર દ્વારા ૬૦ માં ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે “ ગુજરાતના કોરોના વોરિયર્સ ” વિષય પર વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી .. જેમાં ૨.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રી મુ.મ.ગાંધી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ જીલ્લા કક્ષાએ ઈનામ પ્રાપ્ત કર્યા છે. જેમાં શાહ ઋષભ વૈશાલભાઈ એ ચિત્રસ્પર્ધા માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. નિબંધ સ્પર્ધામાં પારેખ માનલ હિતેશભાઈ એ દ્વિતીય તથા ઘેટીયા ઝીલ મહેશભાઈ એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઓકટોબર માસમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા યોજાયેલ ‘ ભ્રષ્ટાચાર નિવારણ વિષય પર રાજયકક્ષાની ચિત્રસ્પર્ધામાં શાળાનાં વિદ્યાર્થીઓ ( ૧ ) શાહ ઋષભ વૈશાલભાઈ ( ૨ ) ચૌધરી કૃપલ રાકેશભાઈ ( ૩ ) રાણા મહેક નિલેશભાઈ એ રાજયકક્ષાએ આશ્વાસન ઈનામ મેળવ્યા છે. કોવિડ -19 ની મહામારીની આ પરિસ્થિતિમાં પણ જિલ્લા કક્ષા તથા રાજયકક્ષાએ સિધ્ધી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્યાશ્રી તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.