વ્યારામાં નિઃશુલ્ક કપડાં અને રમકડાં વિતરણ કેન્દ્ર શરૂ થયું
વ્યારાની જીવનદીપ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાભાવી સંસ્થાની એક પછી એક સેવાકીય કામોની ઉત્કૃષ્ટ કામગીરી છેલ્લા કેટલાય સમયથી મફત ટિફિન સેવા બાદ હવે વ્યારા માં મફત વસ્ત્ર સેવા શરૂ કરવામાં આવી છે . જેની વિશેષતા એ છે કે જે દાતાઓ વસ્ત્ર અને રમકડાનું દાન કરવા ઈચ્છતા હોઈ તેવા વ્યક્તિ આ કેન્દ્ર પર વસ્ત્ર અને રમકડાંઓ જમા કરાવશે , અને જેને જરૂરી હશે એ અહીંથી નવાજૂનાં કપડાં અને રમકડા નિઃશુલ્ક લઈ જઈ શકે છે .
નવાજૂનાં વસ્ત્ર અને રમકડાંઓનું દાન દાતાઓએ કેન્દ્ર પર કરવો . દાન જરૂરિયાતમંદ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેઓ સક્ષમ બને અને દેશના મુખ્ય પ્રવાહમાં તેઓ જોડાઈ શકે એવા શુભ હેતુ સાથે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય સમયથી મફત ટિફિન સેવાની શરૂઆત કરી અને હવે મફત ભોજનની સાથે મફત વસ્ત્ર પણ મળી રહે તેવી ઉમદા ભાવનાથી તાપી જિલ્લાના વ્યારા ખાતે આ સંસ્થા દ્વારા સેવાનો એક અનોખો યજ્ઞ શરૂ કરાયો છે જેના થકી જરૂરિયાત મંદોને લાભ મળશે. આ સેન્ટર લોકો માટે નિઃશુલ્ક વ્યારા નગરમાં કાર્યરત કર્યું છે , જેમાં જે દાતાઓએ કપડા અને રમકડાં આપવા માંગતા હોય તેઓ આ સેન્ટર ઉપર જમા કરાવી શકે છે નગર અને તેની આસપાસના ગરીબ જરૂરિયાત મંદોને ભોજનની સાથે વસ્ત્ર પણ નિઃશુલ્ક કેન્દ્ર ઉપરથી મળી રહેશે.
Very nice
Nice news
આ ટ્રસ્ટ ની ઓફીસ ક્યાં છે