ડાંગ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ભેંસકાત્રી રેંજ વિસ્તારનાં કોશિમદા ગામે નિ:શુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, માંગરોળ) :  વધઈ તા. 21 વન પ્રદેશ ડાંગનાં ઉત્તર ડાંગ વન વિભાગ ના નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ભેંસકાતરી રેંજના કાર્યક્ષેત્ર – કોશિમદા ગામે પ્રાથમિક શાળા ખાતે કોવિડ -19 ગાઇડલાઈન અનુસાર નિ:શુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો હતો. જેમાં સિવિલ હોસ્પિટલ – આહવાના નિષ્ણાંત ડૉ.હાજર રહ્યા હતા. ડૉ. રાકેશ – સર્જન , ડૉ. રીતેશ – આર.એમ.ઓ, ડૉ. દિલીપ – બાળરોગ નિષ્ણાંત, ડૉ. દિવ્યાંગ – બાળરોગ નિષ્ણાંત, ડૉ.સતિષ – મેડિકલ ઓફિસર અને કાલીબેલ પી.એચ.સી. થી ડૉ. જ્યોતી મેડીકલ ઓફિસર તેમની ટીમ સાથે હાજર રહી સેવા આપી હતી. મેડીકલ કેમ્પમાં પુરુષ 111, સ્ત્રી 777 અને બાળકો -34 મળી કુલ -222 જેટલા ગરીબ આદિવાસી લાભાર્થી ઓએ આ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો અને તેઓને આ નિદાન કેમ્પની સારવાર આપ્યા બાદ તેઓને મફત  દવા વિતરણ કરવામાં આવ્યું હતું. આ સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પને સફળ બનાવવા ભેંસકાત્રી રેન્જનાં આર.એફ.ઓ. કોંકણી સાહેબ સહિત સ્ટાફે ભારે જેહમત ઉઠાવી આ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other