જય આદિવાસી બ્રિગેડ સંગઠન નિઝર દ્વારા નિઝર/કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી રેતીની લિઝો તાત્કાલિક બંધ કરવામાં આવે એવી માંગ સાથે ફરિયાદ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ તા. ૧૬/૧૨/૨૦૨૦ના રોજ જય આદિવાસી બ્રિગેડ સંગઠન નિઝર દ્વારા નિઝર મામલતદારને ફરિયાદ કરતી અરજી આપીને ગેરકાયદેસરની લિઝો બંને તાલુકાઓના ગામડાઓમાં ચાલતી રેતીના લિઝોને બંદ કરવામાં આવે એવી માંગો કરવામાં આવેલ છે.
તાપી જિલ્લાના નિઝર/કુકરમુંડા તાલુકામાં તાપી નદીમા હાલમાં ઉકાઈ જળાશયનું પાણી આવ્યું છે. આ તાપી નદીમાં સૂકી રેતી કાઢવાની અમુક પરવાનગી આપવામાં આવેલ છે. પરંતુ જે રેતી લિઝ વાળાને પરવાનગી આપવામાં આવી તે રેતી લિઝ વાળા નાવડી ઉપર એન્જિન ઓઇલ મૂકી ભીની રેતી કાઢવામાં આવે છે આ એન્જિન ઓઇલના કારણે તાપી નદીના પાણીમાં રહેતા જીવ-જન્તું તેમજ માછલીઓ મરણ પામવા લાગી છે. તેમજ તાપી નદીના આજુ-બાજુના ગામડાઓના લોકોને પીવા માટે તાપી નદીનું પાણી પીએ છે. તે તાપી નદીના પાણીમાં ઓઇલ જેવું મિક્સ પાણી લોકોને પીવુ પડી રહયું છે, જે ઓઇલ મિક્સ વાળું પાણી પીવાથી લોકો પણ બીમાર પડવા લાગ્યા છે. અને હાલમાં તાપી નદીમાં રેતીના લિઝો ચાલવાથી પાણીનું લેવલ પણ ઘણું નિચે ઉતરવા લાગ્યું છે. કેમ કે લિઝ ધારકો દિવસ અને રાતના પણ રેતી કાઢવામાં આવી રહયું છે. જે લિઝ ધારકોને પરવાનગી આપવામાં આવી હોય તો તે લિઝ ધારકોને શરતોનું પાલન કરવાનુ હોય છે, જેમકે જે ગામડાઓમાં લિઝ ધારકો રેતી કાઢવાનું કામ કરી રહયા છે તે ગામડાઓના લોકોને રોજગારી મળી રહે.
અરજદારો જણાવે છે કે સ્થાનિક અધિકારીઓ તેમજ લગતા વળગતા ચૂંટાયેલા અધિકારીઓને પણ મૌખિક તેમજ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે, છતાં પણ અમારી વાતો કોઈ પણ માનવામાં આવ્યું નથી. અરજદારોને નિઝરના મામલતદારે આશ્વસન આપતા કહયું કે ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવશે.