તાપી : વ્યારા રેલ્વે સ્ટેશનના પશ્ચીમ તરફ ટ્રેનમાંથી અકસ્માતે નીચે પડી મોતને ભેટેલા અજાણ્યા યુવકના વાલી વારસો જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા રેલ્વે સ્ટેશનના પશ્ચીમ તરફ કિ.મી.નં .૫૫ / ૨૭-૨૯ ની વચ્ચે અપ રેલ્વે લાઈન ઉપર કોઈ પણ અપ ટ્રેનમાંથી અકસ્માતે નીચે પડી જતા શરીરે થયેલ ગંભીર ઈજાઓના કારણે મરણ ગયેલ હોય જેના વાલી વારસો મળી આવ્યા નથી. જે અંગે કોઇને ભાળ મળે તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
વ્યારા રેલ્વે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, એક અજાણ્યો હિંન્દુ માણસ ઉ.વ. ના ૪૦ ના આશરાનો તા.૮/૧૨ /૨૦૨૦ ના કલાક ૦૭/૦૦ વાગ્યા પહેલા વ્યારા રેલ્વે સ્ટેશનના પશ્ચીમ તરફ કિ.મી.નં .૫૫ / ૨૭-૨૯ ની વચ્ચે અપ રેલ્વે લાઈન ઉપર કોઈપણ અપ ટ્રેનમાંથી અકસ્માતે નીચે પડી જતા શરીરે થયેલ ગંભીર ઈજાઓના કારણે મરણ ગયેલ છે જે આ અંગે સુરત રેલ્વે પોલીસ સ્ટેશને અકસ્માત મોત 173/2020 ની નોંધ થઈ છે.
લાશનું વર્ણન : — એક અજાણ્યો હિન્દુ પુરૂષ ઉ.વ .૪૦ ના આશરાનો, શરીરે મજબુત બાંધાનો, રંગે ઘઉં વર્ણો, ઉંચાઈ ૫ x ૪”
કપડાંનું વર્ણન : — શરીરે કેસરી કલરનું હાફ ટી – શર્ટ, રાખોડિયા કલરનું પેન્ટ, જાંબુડિયા કલરનો હાફ જાંગિયો જોકી લખેલ તથા કાળા કલરનું ગરમ સ્વેટર પહેરેલ છે. જેના કોઇ વાલીવારસો મળી આવેલ નથી. ઉપરોકત તસ્વીર અજાણ્યા મૃતકની છે જે અંગે કોઇને તેના વાલી વારસો અંગે કોઇ માહિતિ કે જાણકારી હોય તો રેલ્વે પોલીસનો સંપર્ક કરશો.
I am continuously browsing online for tips that can assist me. Thx! Ariadne Kristoffer Sue
Thank you