માંગરોળ તાલુકાનાં મોસાલી અને મોસાલી ચારરસ્તા એ આવતી કાલે ખેડૂત સંગઠનો એ આપેલા ભારત બંધના એલાનને આપેલું સમર્થન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક દિવસોથી ખેડૂત વિરોધી કાયદાઓ રદ કરવા માટે ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. જેનાં ભાગરૂપે આવતી કાલે તારીખ ૮ મી ડિસેમ્બરનાં રોજ ખેડૂતોના વિવિધ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ એલાનને વિરોધપક્ષ ઓએ સમર્થન આપ્યું છે. ત્યારે માંગરોળ તાલુકાનાં મોસાલી બજાર અને મોસાલી ચારરસ્તા ખાતેના વેપારી અબે ખેડૂતોએ પણ આ બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. આ પ્રશ્ને મોસાલીના અગ્રણીય ખેડૂત અને મોસાલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ મકસુંદભાઈ માજરા (લાલભાઈ) એ જણાવ્યું છે કે ખેડૂતોએ આપેલા આવતી કાલના બંધના એલાનને અમોએ ટેકો જાહેર કર્યો છે. પરંતુ આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂરો કરવામાં આવશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other