મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી નાના મોટા પ્રશ્નો અંગે મુલાકાત કરવાની મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવતા કોંગ્રેસ સમિતિના આગેવાનોને વહેલી સવારે જ પોલીસ દ્વારા ડીટેન કરી લેવામાં આવ્યા
(નઝીર પાંંડોર દ્વારા, માંગરોળ) : સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લેટરપેડ પર લેખીત રજુઆત મામલતદારને કરવામાં આવી હતી.ગતરોજ માંગરોળ તાલુકા મથકે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્રા્વા મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવાયું હતું કે તારીખ ૦૫/૧૨/૨૦૨૦ ના રોજ ઉમરપાડા તાલુકા ખાતે મુખ્યમંત્રીની મુલાકાત આપવામાં આવે,જેનાં કારણે આજ રોજ માંગરોળ પોલીસ મથકના પી.એસ.આઈ. પરેશ એચ. નાયી અને પોલીસ ટીમે કોંગ્રેસ સમિતિના આગેવાનો માજી પંચાયતમંત્રી રમણભાઈ ચૌધરી,રૂપસિંગભાઈ ગામીત, એડવોકેટ બાબુભાઇ ચૌધરી, સામજીભાઈ ચૌધરી, સાહબુંદીન મલેક, પ્રકાશ ગામીત વગેરેઓની વહેલી સવારે એમનાં નિવાસસ્થાનેથી ઉંચકી લઇ વાંકલ ગેસ્ટ હાઉસ ખાતે લાવી ડીટેન કરવામાં આવ્યા હતાં. ગતરોજ માંગરોળ તાલુકાના કોંગ્રેસ નાં અગ્રણીઓએ આજરોજ તા.૦૫/૧૨/૨૦૨૦ ના રોજ ઉમરપાડા તાલુકા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લોક કલ્યાણના કામો માટે આવી રહ્યા છે.જેથી માંગરોળ તાલુકાના આદિવાસી ગરીબ પ્રજાનાં નાના મોટા પ્રશ્નો શાંતિપૂર્ણ રજૂ કરવા માંગતા હતા. જેથી કરીને રોજીંદા સવાલોનાં તાત્કાલિક નિર્ણય મળી શકે તેવું જણાય આવવાથી તેમજ કીસાન વિરોધી કાયદાની રજુઆત કરવા માટે, માંગરોળ તાલુકાના ગરીબ આદિવાસી પ્રજા તથા કીસાનોના હીતમા રજુઆત માંટે માંગરોળ તાલુકાના કોંગ્રેસ સમિતિનાં આગેવાનો માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, સુરત જીલ્લાના કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી રૂપસિંગભાઈ ગામીત, ઉપપ્રમુખ બાબુભાઈ ચૌધરી સામજીભાઈ ચૌધરી, સાબુદીન મલેક નાઓએ લેટરપેડ ઉપર લેખીત રજુઆત મામલતદારને કરી હતી પરંતુ આજરોજ માંગરોળ પોલીસ દ્રારા વહેલી સવારે ઉપરોક્ત કોંગી આગેવાનોને એમનાં ઘરેથી માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઈ. પરેશ એચ. નાયી અને પોલીસ ટીમે ઉંચકી લાવીને વાંકલ ગેસ્ટ હાઉસ ખાતે ડીટેન કરી દેવાયા હતા.