માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખપદે ઝંખવાવનાં સોનજીભાઈ વસાવાની કરાયેલી વરણી
ટૂંક સમયમાં જ મોસાલી ચારરસ્તા ખાતે કોગ્રેસનું નવું કાર્યાલય શરૂ કરાશે.
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા કોગ્રેસ સમિતિનાં પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખપદે માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામનાં સોનજીભાઈ સોમાભાઈ વસાવાની વરણી કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કોગ્રેસનાં લેટરપેડ ઉપર વરણી અંગેની જાણ લેખિતમાં કરી છે. આ પહેલાં માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે સામજીભાઈ ચૌધરીએ સેવા આપી છે. અને હાલમાં પણ સંગઠનમાં સેવા આપી રહ્યા છે. સોનજીભાઈ વસાવાએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે કોગ્રેસે મારા ઉપર એક વિશ્વાસ રાખી માંગરોળ તાલુકા કોગ્રેસની જે જવાબદારી સોંપી છે. એને હું પાર્ટીનાં એક વફાદાર સેવક તરીકે અદા કરીશ. પ્રજાનાં કામો થાય એ માટે ટૂંક સમયમાં જ મોસાલી ચારરસ્તા ખાતે કોગ્રેસનું નવું કાર્યાલય શરૂ કરવામાં આવશે. સાથે જ તાલુકા કોગ્રેસ ને વધુ મજબૂત કરવાનાં બનતાં તમામ પ્રયાસો કરવામાં આવશે.અત્રે યાદ આપવું જરૂરી છે કે સોનજીભાઈ વસાવા એક નિવૃત સબ ડી.એફ.ઓ. છે. પોતે શિક્ષિત છે. હાલમાં પણ પુરી તાકાતથી કામ કરવાની સક્ષમતા ધરાવે છે.એમની આ વરણીને તાલુકાનાં માજીપંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, નસરૂભાઈ શેખ, મહમદ લાલ ભાઈ પટેલ, જફરૂલાખાન પટેલ, સુરેશભાઈ આર. વસાવા, ડો.નટવરસિંહ આડમાર, કિશોરભાઈ ચૌધરી, અંદાજ શેખ, ફારૂખ ઝીણા, પીયૂષ બારોટ, મોહમદ પટેલ (જે.પી.) વગેરેઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.