માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલ યગ એકતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિલાઈ મશીનોનું વિતરણ કરાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં દરેક સામાજિક કામમાં આગળ રહેતી માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલી યંગ એકતા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા સેવાનાં કામો કરી રહી છે, સને ૨૦૧૫ થી શરૂ થયેલી આ સંસ્થા અત્યાર સુધીમાં ઘણા સેવાના કામો કરી ચુકી છે., જ્યારે કોરોના મહામારી લોકડાઉન દરમ્યાન ૨૪ માર્ચ થી ૩૦૦ જેટલા પરિવારોને સતત ૫૫ દિવસ સુધી જમવાનું બનાવી ગરીબ, અનાથ, બે સહારા જેવા પરિવારોના ઘર સુઘી પોહચાડી એક ઉમદા કામગીરી કરવામાં આવી હતી, તાજેતરમાં આ સંસ્થાએ ૩૦ જેટલા સિલાઈ મશીનોની ખરીદી કરી મહિલાની મદદ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબકકે ૧૦ મશીન લાવી આ વિસ્તારની એવી મહિલા જેઓ આસપાસના મહિલાઓના કપડાંઓનું સિલાઇ કામ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે એવી અનાથ બાળકીઓ તથા વિધવા સ્ત્રીઓને મશીન આપવામા આવ્યા હતાં જયારે બીજા અને ત્રીજા તબક્કામાં સામાન્ય ગરીબ, મહિલાઓને પણ આ સહાય યોજના હેઠળ વિનામૂલ્યે સિલાઇ મશીન આપી સહાય કરવામા આવશે. સાથે જ કીમચારરસ્તા વિસ્તારમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સની જરૂરત નજરે જણાતા વિનામૂલ્યે સેવા કરવા નવી એમ્બ્યુલન્સ ખરીદી કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું છે.એવી માહિતી સંસ્થાના પ્રમુખ હાફેજી કૂતબુદ્દીનભાઈ દ્રારા આપવામા આવી છે.